For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનમાં ઠંડીનો કેર: હીથ્રોમાં ૨૬૦થી વધુ ફ્લાઇટ રદ

|
Google Oneindia Gujarati News

airport
લંડન, 22 જાન્યુઆરી: બ્રિટનમાં પ્રતિકૂળ હવામાન અને કાતિલ ઠંડીને લીધે પરિવહનની માળખાકીય સવલતો પર માઠી અસર પડી હતી. હાડ ગાળી નાખે તેની ઠંડી, તાપમાન તેમ જ ઠંડા પવનને લીધે પરિવહન વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી.

લંડનના હીથ્રો એરપોર્ટ પર રવિવાર પછી કુલ ફ્લાઇટ્સની ૨૦ ટકા ફ્લાઇટ્સ રદ કરાઇ હતી. ૨૬૦થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાતા પ્રવાસીઓમાં જબરજસ્ત રોષ હતો.
સોમવારે સવાસોથી વધુ ફ્લાઇટ રદ થવાની સંભાવના છે. ઉત્તર અને પૂર્વ લંડનમાં નિશાળો બંધ રહેવાથી હજારો બાળકોને વધારાની રજા મળી ગઈ હતી.

વેધશાળા વિભાગે આગાહી કરી છે કે ઇશાન ઇંગ્લેન્ડ તથા સ્કોટલેન્ડની સરહદ પર હજી હિમવર્ષા થશે. ખરાબ હવામાનને લીધે નોરફ્લોકમાં ૨૭૯ નિશાળ, સફોલ્કમાં૨૦૦, એસેક્સમાં ૨૦૦ કરતાં વધુ તેમ જ કેમ્બ્રીજશાયરમાં ૧૦૦ કરતાં વધુ નિશાળો બંધ થઈ ગઈ હતી. દક્ષિણ, નેર્ઋત્યની તેમ જ અગ્નિ દિશાની ટ્રેનો પર માઠી અસર પડી છે. લંડન અંડરગ્રાઉન્ડ લાઇન પર પણ ખરાબ અસર પડી છે.

ભારે હિમવર્ષાને લીધે પેનનાઇન્સ, એ૬૨૮ વૂડહેડ પાસ તથા એ૬૬ વગેરે મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા, એમ હાઇવે એજન્સીએ જણાવ્યું હતું. હીથ્રો વિમાની મથકે આશરે ૧૦ ટકા ફલાઇટ રદ કરવામાં આવી હતી. એસેક્સમાં એ-૧૨ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

English summary
UK snowed under, grapples with severe travel trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X