
Ukraine Crisis: વાતચિત માટે તૈયાર થયુ રશિયા, વિદેશ મંત્રીએ યુક્રેન યુદ્ધને લઇ કરી જાહેરાત
યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયા વાતચીત કરવા માટે રાજી થઈ ગયું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે રશિયા વાતચીત માટે તૈયાર છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે એકવાર યુક્રેનની સેના લડાઈ બંધ કરી દે તો રશિયા વાતચીત માટે તૈયાર છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે યુક્રેનની સેના લડાઈ બંધ કરી દે અને શસ્ત્રો મૂકે પછી રશિયા વાતચીત માટે તૈયાર છે. લવરોવે કહ્યું કે મોસ્કો યુક્રેનને જુલમથી મુક્ત કરવા માંગે છે. લવરોવે મોસ્કોમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેનને બિનલશ્કરીકરણ અને નાઝીફ કરવા માટે એક વિશેષ લશ્કરી કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું જેથી કરીને, જુલમમાંથી મુક્ત થઈને, યુક્રેનિયનો સ્વતંત્ર રીતે પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે છે."
તમને જણાવી દઈએ કે ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને આત્મસમર્પણ કરીને ઘરે જવા માટે કહ્યું અને ત્યારબાદ રશિયાએ પૂરી તાકાતથી હુમલો શરૂ કર્યો. અહેવાલ મુજબ, રશિયન સૈનિકો હાલમાં યુક્રેનની રાજધાની કિવ, ખાર્કિવ અને ઓડેસા શહેરો પર બોમ્બમારો કરી રહ્યા છે અને આ વિસ્તારોને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
We are ready for talks once Ukraine's Army stops fighting, says Russian Foreign Minister Sergey Lavrov, reports Reuters
— ANI (@ANI) February 25, 2022
(file photo) pic.twitter.com/Vq4KjeWrNt