'ખબર નહિ હવે ક્યારે મળીશુ...' યુદ્ધ વચ્ચે વાયરલ થયો યુક્રેનના બાપ-દીકરીનો આ ઈમોશનલ વીડિયો
કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. હુમલાખોર રશિયન સેનાનો સામનો કરી રહેલ યુક્રેનમાં યુદ્ધના પહેલા દિવસે 137 લોકોના મોત થઈ ચૂક્યા છે. યુક્રેન રશિયાની સેનાનો સામનો કરી રહ્યા છે જે સંયુક્ત રીતે તેમની બધી સશસ્ત્ર સેવાઓની સરખામણીમાં ખૂબ જ મોટુ છે. રશિયાની સેનાએ ગુરુવારે(24 ફેબ્રુઆરી)ની સવારે પૂર્વ યુક્રેનના પૂર્વ ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો અને મુખ્ય યુક્રેની સૈન્ય સુવિધાઓને નષ્ટ કરવા માટે અભિયાન શરુ કર્યુ એવુ તરત જ સોશિયલ મીડિયા પર યુક્રેનના રહેવાસી લોકોના ફોટા અને વીડિયો સામે આવવા લાગ્યા છે. યુક્રેનના પૂર્વ ક્ષેત્રોમાં રહેલા લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં યુક્રેનના એક પિતા અને દીકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પિતા પોતાની દીકરીને અલવિદા કહીને રડતા દેખાઈ રહ્યા છે.

પરિવારને સુરક્ષિત છોડીને ખુદ યુદ્ધ લડવા જતા રહ્યા પિતા
સોશિલય મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે એક યુક્રેની વ્યક્તિ પોતાની નાની દીકરીને ગળે મળીને રડી રહ્યો છે કારણકે તે પોતાની દીકરી અને પરિવારને નાગરિકો માટે બનાવવામાં આવેલા એક સુરક્ષિત શેલ્ટર હોમમાં છોડવા માટે આવ્યો છે. ત્યારબાદ પિતા યુદ્ધ લડવા માટે પાછા જશે. પિતા અને દીકરી બંનેની આંખોમાં આંસુ રોકાઈ નથી રહ્યા. યુક્રેનના મીડિયા ન્યૂ ન્યૂઝ ઈયુ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ટ્વિટ કરીને લખવામાં આવ્યુ છે, 'એક પિતા જેણે પોતાના પરિવારને સુરક્ષિત ક્ષેત્રમાં મોકલી દીધો, પોતાની નાની દીકરીને બાય કહ્યુ અને ખુદ યુદ્ધ લડવા માટે જતા રહ્યા.'

યુક્રેનના આવા ઘણા વીડિયો થઈ રહ્યા છે વાયરલ
જો કે, પિતા અને દીકરીનો આ વીડિયો યુક્રેનના કયા વિસ્તારનો છે એ જાણી શકાયુ નથી. જો કે, યુક્રેનની રાજધાની કીવ અને ઘણા અન્ય શહેરોમાં રશિયાનો બૉમ્બમારો સાંભળવામાં આવ્યો જે પૂર્વ યુક્રેનમાં બે અલગ-અલગ ક્ષેત્રોની બહાર છે. આવા ઘણા વીડિયો યુક્રેનની સામે આવ્યા છે જેમાં લોકો સ્વજનોથી વિખૂટા પડી રહ્યા છે. વધુને વધુ લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. વળી, સામે આવેલા એક અન્ય વીડિયોમાં એક યુક્રેની મહિલા રસ્તા પર રશિયાના સૈનિકોને પાછા જવા માટે કહી રહી છે.

જાણો રશિયા અને યુક્રેનની શું છે હવે સ્થિતિ
લેટેસ્ટ રિપોર્ટ મુજબ હવે રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવની અંદર જઈ રહી છે. યુક્રેને કહ્યુ કે રશિયાની સેના કીવની આસપાસના ક્ષેત્રોમાં પહોંચવામાં સફળ રહી અને શહેરની પાસે એક એરબેઝ માટે લડાઈ ચાલી રહી હતી. સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યુ કે કીવના ઉત્તર ભાગમાં લોકોએ ઘણા ઓછી ઉડાનવાળા હેલીકૉપ્ટરને જોયા છે. વળી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે(24 ફેબ્રુઆરી)એ કહ્યુ કે તેણે યુક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન શરુ કરવાનો નિર્ણય તેની અસૈન્યીકરણ કરવા અને નાઝીઓથી મુક્ત કરાવવાના હેતુથી લીધો છે. તેમણે એ પણ કહ્યુ કે આ પગલાંનુ લક્ષ્ય રશિયાના નાગરિકો સહિત શાંતિપ્રિય લોકો સામે અગણિત ગુના કરનારાને ન્યાયની સીમામાં લાવવાનુ પણ છે.
Ukrainian father says goodbye to his daughter as he stays behind to fight against Russia#ukraine pic.twitter.com/glVne8paYX
— Marios Komnos (@MKomnos) February 24, 2022
⚠️#BREAKING | A father who sent his family to a safe zone bid farewell to his little girl and stayed behind to fight ...
— New News EU (@Newnews_eu) February 24, 2022
#Ukraine #Ukraina #Russia #Putin #WWIII #worldwar3 #UkraineRussie #RussiaUkraineConflict #RussiaInvadedUkraine pic.twitter.com/vHGaCh6Z2i