યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વધુ એક વીડિયો શેર કર્યો, કહ્યું- છેલ્લા શ્વાસ સુધી લડીશું!
કિવ, 26 ફેબ્રુઆરી : યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમોર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ રશિયન હુમલાનો દૃઢતાથી સામનો કરશે. ઝેલેન્સકીએ રાજધાની કિવની ગલીમાંથી એક સેલ્ફી વીડિયો શેર કર્યો છે. આજે બપોરે શેર કરાયેલા આ વીડિયોમાં ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેનના લોકો પીઠ ફેરવવાના નથી, તેઓ લડતા રહેશે અને અંત સુધી લડશે. તમને જણાવી દઈએ કે લાંબા સંઘર્ષ બાદ આ ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે.
રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સતત સેના અને લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પણ કિવની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં મોટી ઈમારત પર હુમલો દર્શાવવામાં આવ્યો છે. કુલેબાએ વિશ્વને અપીલ કરી છે કે તે રશિયા વિરુદ્ધ પગલાં લે અને તેને અલગ કરીને તેના પર દબાણ લાવે.
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
અગાઉ શેર કરાયેલા એક વીડિયોમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, અમે બધા કિવમાં છીએ. અમારી સેના અહીં છે અને અમે બધા અહીં અમારી સ્વતંત્રતા અને અમારા દેશની રક્ષા કરી રહ્યા છીએ. આમ જ રહેશે, અમે પાછા નહીં જઈએ. કોઈ પણ ભોગે દેશ નહી છોડીએ. વીડિયોમાં તેણે છેલ્લા શ્વાસ સુધી યુક્રેનમાં રહેવાની વાત કરી છે. અમેરિકાએ તેમને દેશ છોડવાની ઓફર પણ કરી હતી. એ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશોને દેશ છોડવાનું કહેવાને બદલે તેમને વધુ હથિયારો પૂરા પાડવા કહ્યું છે.
લગભગ 15,000 ભારતીય વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયેલા છે. ભારત દ્વારા વિદ્યાર્થીઓને જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ ભારત સરકારના અધિકારીઓ સાથે પૂર્વ સંકલન કર્યા વિના સરહદી ચોકીઓ પરની કોઈપણ બોર્ડર પોસ્ટ પર ન જવું જોઈએ. પૂર્વ સંકલન વિના સરહદી વિસ્તારોમાં પ્રવેશશો નહીં. ભારત સરકારના અધિકારીઓ સાથે સતત સંપર્ક કર્યા પછી જ બોર્ડર પોસ્ટની નજીક જાઓ.