
અંડરવર્લ્ડ ડૉન દઉદ ઈબ્રાહિમને કોરોનાનું સંક્રમણ થયું, કરાચીની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ
કરાંચીઃ ભારતના મૉસ્ટ વોન્ટેડ ગુનેગાર અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને કોરોના વાયરસ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ દાઉદના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વોરેન્ટાઇન કરી દેવામા આવ્યા છે. દાઉદની પત્નીને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હવાના અહેવાલ મળ્યા છે. જે બાદ બંનેને કરાચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પાકસ્તાનના કરાચીમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. જો કે પાકિસ્તાન તરફથી આ વાત વારંવાર નકારવામાં આવી છે.

દાઉદ ઈબ્રાહિમને કોરોના થયો
જણાવી દઈએ કે ઘણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવાર સાથે પાકિસ્તાનમાં છૂપાઈને રહી રહ્યો છે. ભારતે કેટલીયવાર આ વાતના પુખ્તા સબૂત પણ આપ્યા છે કે દાઉદ ઈબ્રાહિમ પાકસ્તાનમાં જ છે છતાં પાકિસ્તાન આ વાત માનવાથી ઈનકાર કરી રહ્યું છે. જાણકારી મુજબ કોરોના વાયરસની દસ્તક હવે દાઉદ ઈબ્રાહિમના ઘર સુધી પહોંચી ગઈ છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની મહજબીનમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેના ઘરે કામ કરતા તમામ સ્ટાફને ક્વોરેન્ટાઇન કરી લેવામાં આવ્યા છે.

કોણ છે દાઉદ ઇબ્રાહિમ?
દાઉદ ઈબ્રાહિમ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. 1993ના મુંબઈ બમ્બ બ્લાસ્ટનો તે માસ્ટરમાઈન્ડ અને અંડરવર્લ્ડનો ડૉન છે. અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને આખી દુનિયા જાણે છે. પરતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. કેમ કે તેણે પોતાના પરિવારને હંમેશા લોકોની નજરથી દૂર રાખ્યો છે. દાઉદની પત્નીનું નામ મેહજમીન ઉર્ફ જુબીના જરીન છે. દાઉન અને જુબીનાના ચાર બાળકો છે. ત્રણ દીકરી માહરુખ, માહરીન અને મારિયા જયારે એક દીરો છે જેનું નામ મોઈન છે.

પાકિસ્તાનમાં કોરોના વાયરસનો કહેર
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ 89,249 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1838 કોરોના સંક્રમિતના મોત થયાં છે જ્યારે 31,198 લોકો રિકવર થઈને ઘરે પરત પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં પાકસ્તાનમાં 3985 નવા કેસ નોંધાયા છે અને 68 લોકોના મોત થયાં છે.