For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ઘટ્યો મૃત્યુ આંક, કોરોનાથી 24 કલાકમાં 1000ના મોત

અમેરિકામાં ઘટ્યો મૃત્યુ આંક, કોરોનાથી 24 કલાકમાં 1000ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીએ વિશ્વશક્તિ અમેરિકાને ઘુટણીયે લાવી દીધું છે. કોરોના વાયરસના કારણે અમેરિકામાં સૌથી વધુ મોત થયાં છે. શક્તિશાળી દેશના સુપરપાવર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જનતાને કોરોનાના કહેરથી બચાવવામાં નિષ્ફળ રહ્યા. લાંબા સમય બાદ મંગળવારે અમેરિકા માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોનાથી સૌથી ઓછા મોત થયાં છે. જો કે છતાં પણ મૃતકોનો આંકડો 1000ને પાર છે.

coronavirus

જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના રિપોર્ટ મુજબ અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1015 લોકોના મોત થયાં છે. આ સંખ્યા ગત એક મહિનામાં દરરોજ મૃત્યુ પામતા લોકોમાં સૌથી ઓછી છે. જ્યારે રવિવારે અમેરિકામાં 24 કલાકમાં 1450 લોકોના મોત થયાં હતાં. અત્યાર સુધી કોરોના વાયરસના કારણે અમેરિકામાં રહેતા 68674 લોકોના જીવ ચાલ્યા ગયા છે. મોતનો આંકડો ધીરે ધીરે પહાડ જેવો વિશાળ થતો જઈ રહ્યો છે. રવિવારે સાંજે સાઢા આઠ વાગ્યા સુધીમાં અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 11 લાખ 50 હજારને પાર પહોંચી ગયો હતો.

જ્યારે ફ્રાંસમાં 25000 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. ફ્રાંસમાં કોરોના વાયરસ મહામારીને કારણે સોમવારે 306 લોકોના મોત થયાં. જ્યારે ભારતના પાડોસી દેશ પાકિસ્તાનમાં સોમવારે 694 નવા મામલા નોંધાયા. જેની સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 20884 થઈ ગયો છે. ઈટલીમાં માત્ર માર્ચ મહિનામાં જેટલાં મોત થયાં તેટલાં પાછલા પાંચ વર્ષમાં નહોતાં થયાં.

Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?

English summary
United States coronavirus deaths rise by 1,015 in 24 hours, lowest in a month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X