અમેરિકામાં કોરોના વાયરસનો તાંડલ, 24 કલાકમાં 1500 લોકોના મોત
વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત યથાવત છે, કોવિડ 19ના કારણે અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1500 લોકોના મોત થયાં છે, જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા જણાવવામાં આવેલા આંકડાઓ મુજબ અમેરિકામાં અત્યાર સુધી મરનારાઓનો આંકડો 90 હજારને પાર કરી ગયો છે. કોરોના સંક્રમિત દર્દીઓ અને તેનાથી મોતના મામલે અમેરિકા સૌથી આગળ છે. તેણે સ્પેન અને ઈટલીને પણ પાછળ છોડી દીધા છે, આખા વિશ્વમાં આ વાયરસથી મરનારાઓની સંખ્યા ત્રણ લાખ 16 હજારથી વધુ થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા 48 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે 18 લાખ 58 હજારથી વધુ લોકોએ કોરોના વાયરસને માત આપી છે.
તો આ દરમિયાન કોરોના વાયરસ સંકટના સમયે અમેરિકા સતત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર નિશાન સાધી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ WHOની ક્ષમતા અને વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક દિવસો પહેલા તેમણે WHOને અમેરિકા દ્વારા આપવામાં આવતા ફંડિંગને રોકવાની વાત કહી હતી પરંતુ હવે તેમણે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિસસને એક પત્ર લખી સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે જો 30 દિવસમાં WHO ઠોસ પગલાં નહિ લે તો તેઓ અમેરિકા દ્વારા WHOને અપાતા ફંડિંગને હંમેશા માટે રોકી દેશે. હાલ અમેરિકાએ ફંડિંગને અસ્થાયી રૂપે ફ્રીઝ કરી રાખ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો 30 દિવસમાં કેટલાક ઠોસ સુધાર નહિ થાય તો તેઓ WHOમાં અમેરિકી સભ્યતા પર પણ પુનર્વિચાર કરશે.
ભારતમાં પણ કોરોના વાયરસના દર્દી વધી રહ્યા છે
જો ભારતની વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. પાછલા 24 કલાક દરમિયાન 4970 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 101139 થઈ ગઈ છે. કોરોના વાયરસ પાછલા 24 કલાકમાં 134 લોકોના જીવ લઈ ચૂક્યો છે, જે બાદ મૃતકોનો આંકડો વધીને 3163 થઈ ગયો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો 18 મેથી 31 મે સુધી લાગૂ કરવામાં આવશે.
કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ અને 140ના મોત