• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેડલીના પ્રત્યાર્પણ માટે અમેરિકાનો ભારતને નનૈયો

|
david headley
વોશિંગ્ટન, 23 જાન્યુઆરી: અમેરિકાએ મુંબઇ હુમલાના આરોપી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને ભારતને સોંપવાનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આતંકી હેડલીના પ્રત્યાર્પણની અમેરિકા પાસે માગ કરી હતી. આ ઉપરાંત અમેરિકામાં જન્મેલા આતંકી હેડલીને અમેરિકન સરકાર દ્વારા 30થી 35 વર્ષની સજા આપવાની માગ કરવામાં આવી છે. આની પર અટર્ની જનરલ ગૈરી એસ શપ્રિયોએ કહ્યું છે કે હેડલીએ અમેરિકન અધિકારીઓને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી ઘણીબધી માહિતી આપી છે જે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં મદદ કરશે.

અટર્ની જનરલે જણાવ્યું કે મુંબઇમાં 26/11ના રોજ થયેલા હુમલામાં તેણે મોટી ભૂમિકા નિભાવી હતી. જેમાં 164 લોકોના મોત થયા હતા. પરંતુ તેણે અમને માહિતી આપીને અમારી મદદ કરી છે, માટે તેના માટે 30-35 વર્ષની સજા યોગ્ય રહેશે. તેમણે આ વાત પોતાના 20 પાનાના દસ્તાવેજમાં જણાવી છે.

હેડલી દ્વારા આપવામાં આવેલી માહિતીના સંબંધમાં તેમણે જણાવ્યું કે તેણે અમને લશ્કર એ તૈયબા સાથે જોડાયેલ વ્યક્તિઓ, માળખાઓ, વ્યવહારો અને ક્ષમતાઓની સાથે સાથે આ સંગઠનની યોજનાઓ અંગે પણ જાણકારી આપી છે. તેણે સાત અન્યોની સાથે પણ કેસ દાખલ કરવામાં મદદ કરી છે. તેણે ભારતના અધિકારીઓ સાથે પણ આ અંગે સાત દિવસ સુધી વાત કરી અને અધિકારીઓના સવાલોના જવાબ આપ્યા.

હેડલીના સહયોગોને જોતા અમે તેના આજીવન કેદની સજાને માફ કરી છે. અમે આશા રાખીએ છીએ કે તે આગળ પણ અમારી મદદ કરતો રહેશે. 26 નવેમ્બર 2011ના રોજ થયેલા હુમલામાં 4 અમેરિકન નાગરિક પણ માર્યા ગયા હતા. જેના આધારે તેને જનમટીપની સજા આપવાની માગ કરવામાં આવી રહી હતી.

English summary
The United States has ruled out any extradition for the American born terrorist David Headley, in lieu of providing critical information to the US agencies about various other terror outfits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more