For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ એરપોર્ટ પર ફરીથી થઈ શકે છે આતંકી હુમલો, અમેરિકી સેના હાઈ એલર્ટ પર

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે કાબુલ એરપોર્ટ પર ફરીથી આતંકી હુમલો થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર 26 ઓગસ્ટના રોજ સાંજે થયેલા બે આતંકી હુમલામાં અમેરિકી ખુફિયા એજન્સીઓના ઈનપુટથી હોબાળો મચી ગયો છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે કાબુલ એરપોર્ટ પર ફરીથી આતંકી હુમલો થઈ શકે છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેંટગને ચેતવણી આપી છે કે કાબુલ એરપોર્ટ પર હજુ વધુ આતંકી હુમલા કરવામાં આવી શકે છે. આ ઈનપુટ બાદ અમેરિકી સેના હાઈ એલર્ટ પર છે. કાબુલ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત અમેરિકી સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 26 ઓગસ્ટે ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં લગભગ 80 અફઘાની અને 13 અમેરિકી સૈનિક માર્યા ગયા છે.

કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો પરંતુ અમે તૈયાર છીએઃ પેંટાગન

કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો પરંતુ અમે તૈયાર છીએઃ પેંટાગન

પેંટાગનના પ્રવકતા જૉન કિર્બીએ જણાવ્યુ કે, 'અમેરિકાનુ માનવુ છે કે કાબુલ એરપોર્ટ પર હજુ પણ હુમલા થઈ શકે છે. એરપોર્ટ પર હજુપણ જોખમ યથાવત છે પરંતુ અમે ચોક્કસપણે તૈયાર છીએ, ભવિષ્યમાં ફરીથી આવા હુમલાની સંભાવના છે. અમે આ જોખમનુ નિરીક્ષણ કરી રહ્યા છે. વાસ્તવિક સમયમાં અમે પોતાના સૈનિકોને એલર્ટ પર રાખ્યા છે.'

કાબુલ એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી

કાબુલ એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી

વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર અમેરિકામાં ચાલી રહેલા વાપસી અભિયાનના આવનારા અમુક દિવસો ખતરનાક હોવાની સંભાવના છે. અમેરિકાએ ગયા બે સપ્તાહમાં લગભગલ 111,000 લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યા છે. અમેરિકી સેનાને પાછા બોલાવવાની રાષ્ટ્રપતિ જો બાઈડેનની સમય સીમા પહેલા હુમલાની સંભાવનાને જોતા કાબુલ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંગળળવાર એટલે કે 31 ઓગસ્ટ સુધી અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં છે માટે અમેરિકા 31 ઓગસ્ટ પહેલા પોતાના નાગરિકો અને અફઘાનોને ત્યાંથી બહાર કાઢવાના અભિયાનમાં તેજીથી લાગેલુ છે.

12 કલાક દરમિયાન 4200 લોકોને કાઢવામાં આવ્યાઃ વ્હાઈટ હાઉસ

12 કલાક દરમિયાન 4200 લોકોને કાઢવામાં આવ્યાઃ વ્હાઈટ હાઉસ

વ્હાઉટના જણાવ્યા મુજબ શુક્રવાર(27 ઓગસ્ટ)ના રોજ 12 કલાક દરમિયાન કાબુલથી લગભગ 4200 લોકોને કાઢવામાં આવ્યા છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ કે કુલ લગભગ 5100 અમેરિકીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે હજુ પણ 500 અમેરિકી વેઈટિંગ લિસ્ટમાં છે અને 10 હજારથી વધુ અફઘાની હજુ પણ તેમને બહાર લાવવાની રાહ જોઈ રહ્યા છે અને લોકોની ભીડ હજુ પણ એરપોર્ટ પર જોઈ શકાય છે.

English summary
US army alert for more blast at Kabul airport Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X