For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: અમેરિકામાં જ્યારે છવાયો અત્ર તત્ર સર્વત્ર બરફ જ બરફ

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પૂર્વીય રાજ્યોમાં અમેરિકાના ઇતિહાસનું સૌથી ગંભીર બરફનું તોફાન ત્રાટક્યું છે. જેમાં લગભગ 25 લોકોના મોતની ખબર છે. જોનાસ નામના આ તોફાને જાનમાલનું પણ મોટું નુક્શાન કર્યું છે. ખાસ કરીને નોર્થ કેરોલિના, મેરીલેન્ડ, વર્જીનિયા અને ન્યૂજર્સી તથા ન્યૂયોર્ક જેવા અમેરિકાના મોટા શહેરોમાં તેવી અસર મોટા પાયે જોવા મળી છે.

અમેરિકાના લગભગ 8 કરોડથી પણ વધુ લોકો અને 20 રાજ્યો પર આ તોફાનનો કહેર જોવા મળ્યો છે. અને અહીં લગભગ 42 ઇંચનો બરફ પડ્યો છે. જો કે આટલી ગંભીર સ્થિતિમાં સરકારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. અને હવાઇ સેવાઓ પણ આના કારણે પ્રભાવિત થઇ છે. ત્યારે અમેરિકામાં 59 વર્ષ પછી એટલે કે 1957 બાદ પહેલીવાર આટલી ઠંડી નોંધવામાં આવી છે. હિમાચ્છિદ અમેરિકાની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં...

ન્યૂયોર્કની મેટ્રો છે બંધ

ન્યૂયોર્કની મેટ્રો છે બંધ

અમેરિકામાં આવનારા આ તોફાનના કારણે ન્યૂયોર્ક જેવા શહેરોના મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે. વળી તોફાનના કારણે ન્યૂઝર્સી જેવા શહેરમાં બરફનું પૂર આવવાની પણ શક્યતા છે.

ઠંડી અને ઉપરથી વિજળી નહીં

ઠંડી અને ઉપરથી વિજળી નહીં

તો ન્યૂઝર્સી અને ન્યૂયોર્ક તથા મેરીલેન્ડ જેવા અનેક શહેરોમાં વિજળીનો કાપ લોકોની મુશ્કેલી વધારી રહ્યું છે કારણ કે ઠંડીમાં વિજળીના કાપના લીધે અનેક લોકો હિટર નથી ચલાવી શકતા.

સ્નોઝિલાની તસવીરો

સ્નોઝિલાની તસવીરો

તો બીજી તરફ નાસાએ પણ અતરીક્ષમાંથી સ્નોજિલાની તસવીરો કેદ કરી છે. આ તોફાનના બાદ અનેક રાજ્યમાં કુલ મળીને 30 ઇંચ બરફ પડ્યો છે. અને કેટલાક વિસ્તારમાં 12 ઇંચ જેટલો બરફ પડ્યો નોંધાયો છે.

સદીનું સૌથી મોટું તોફાન

સદીનું સૌથી મોટું તોફાન

સદીના સૌથી મોટા અને ભયાનક બર્ફિલા તોફાન તરીકે હાલ તો સ્નોઝિલાને જોવામાં આવે છે. ભારે પવન અને ઠંડીએ સામાન્ય જીવજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું છે.

વોશિગ્ટનમાં સ્નો ઇમરજન્સી

વોશિગ્ટનમાં સ્નો ઇમરજન્સી

વોશિગ્ટનમાં સ્નોઝિલાના કારણે સ્નો ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. તો અનેક રાજ્યોમાં પણ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે.

યુકે અને જાપનને પણ અસર

યુકે અને જાપનને પણ અસર

જો કે સ્નોઝિલા તોફાન હાલ યુકે તરફ આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં ઇગ્લેન્ડ અને જાપાનમાં પણ તેની અસર જોવા મળશે.

એક બિલિયન ડોલરનું નુક્શાન

એક બિલિયન ડોલરનું નુક્શાન

જાણકારોનું માનવું છે કે આ તોફાનના કારણે લગભગ 1 બિલિયન ડોલરનું નુક્શાન અમેરિકામાં થયું છે. વધુમાં રસ્તા પરથી સ્નો હટાવવાનું કામ હજી લાંબા સમય સુધી ચાલશેય. નોંધનીય છે કે જોનાસની ભયાનકતાને કારણે અમેરિકાએ તેને સ્નોઝિલા નામ આપ્યું છે.

તેવું નથી કે બધા પરેશાન છે જોઇ લો આ પાન્ડા

પણ તેવું નથી કે આ બરફથી બધા જ ત્રાહિમામ છે. હાલમાં જ સોશ્યલ મીડિયા પર વોશિગ્ટન ઝૂના એક પાન્ડાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પાન્ડા આ બરફની ભરપૂર મઝા માણતો જોવા મળી રહ્યો છે.

English summary
The eastern United States emerged wearily from a massive blizzard that dumped huge amounts of snow and killed at least 25 people, but Washington was still reeling, with government offices and schools to remain closed today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X