ડોનાલ્ડ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ સ્થાયી રીતે સસ્પેન્ડ, હિંસાની સંભાવનાને લીધે લેવાયો નિર્ણય
Twitter permanently suspends Donald Trump's account: અમેરિકી સંસદ પરિસર (કેપિટલ બિલ્ડિંગ)માં થયેલી હિંસા માટે વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ હંમેશા માટે સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે કહ્યુ છે કે ભવિષ્યમાં હિંસાની સંભાવનાના જોખમને જોતા અમે આ નિર્ણય કર્યો છે. ટ્વિટર તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ, 'ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટ હાલના ટ્વિટ્સની સમીક્ષા કરવામાં આવી. ત્યારબાદ અમે જોયુ છે કે ટ્રમ્પના ટ્વિટ્સને કઈ રીતે લેવામાં આવી રહ્યુ છે.. માટે આગળના જોખમને જોતા અમે તેમનુ અકાઉન્ટ સ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.'(Donald Trump Twitter)
અમેરિકામાં થયેલી હિંસા માટે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ બે સપ્તાહ માટે અથવા સંભવતઃ અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફેસબુકના પ્રમુખ માર્ક ઝુકરબર્ગે ખુદ પોસ્ટ લખીને આ અંગેની માહિતી આપી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર જો બિડેનનો પ્રહાર, કહ્યું- સંવિધાનનું પાલન કરે ટ્રમ્પ