• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી રીતે હેક થઈ શકે છે EVM, લંડનમાં અમેરિકન એક્સપર્ટ્સ આપશે ડેમો

|

લંડનઃ લોકસભા ચૂંટણીને માત્ર ત્રણ મહિના જ બાકી છે ત્યારે ચૂંટણી પહેલા લંડનમાં ઈવીએમ પર અમેરિકી સાઈબર એક્સપર્ટ એક મહત્વનો પ્રોજેક્ટ આપશે. આ પ્રેઝન્ટેશનમાં એક્સપર્ટ જણઆવશે કે ભારતનું ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને કેવી રીતે અને કેટલી સહેલાઈથી હેક કરી શકાય છે. આ સમગ્ર કાર્યક્રમને યૂરોપના ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિએશન તરફથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. સોમવારે આ કાર્યક્રમનું આયોજન થનાર છે. ઈગ્લિશ વેબસાઈટ ધી પ્રિન્ટ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

ગત ચૂંટણીઓમાં હેકિંગનો દાવો

ગત ચૂંટણીઓમાં હેકિંગનો દાવો

આ સમગ્ર કાર્યક્રમ માટે જેવી રીતે અમેરિકી એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે, તેમણે જ ભારત માટે ઈવીએમને ડિઝાઈન કર્યું હતું. આ સંગઠન તરફથી જે ઈનવાઈટ મોકલવામાં આવ્યું છે તેમાં લખ્યું છે, 'એક્સપર્ટનો મત છે કે આ મશીનને આસાનીથી હેક કરી શકાય છે અને તાજેતરમાં જ ભારતમાં કેટલીક ચૂંટણીઓ દરમિયાન આ મશીન હેક પણ કરવામાં આવ્યાં હતાં જેથી કરીને ચૂંટણીમાં છેડછાડ કરી શકાય.' જો કે ચૂંટણી પંચને આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન વિશે કંઈપણ જાણકારી નથી.

ચૂંટણી પંચ કાર્યક્રમથી અજાણ છે

ચૂંટણી પંચ કાર્યક્રમથી અજાણ છે

ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ વેબસાઈટ પ્રિન્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'અમને આવા પ્રકારના કોઈપણ પ્રેઝન્ટેશનની જાણકારી નથી. અમે હંમેશાથી એમ જ કહી રહ્યા છીએ કે ભારતમાં જે ઈલેક્ટ્રિક વોટિંગ મશીન છે તેમાં કોઈપણ હિસાબે હેકિંગ શક્ય નથી.' સંસદનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે અને મધ્ય મેમાં નવી સરકારની પસંદગી થઈ જશે. સરકારી સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ માર્ચના પહેલા અઠવાડિયામાં તારીખની ઘોષણા થઈ શકે છે. આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બીએસપી સહિત કેટલાય અન્ય દળો ઈવીએમ દ્વારા થનાર વોટિંગ પ્રક્રિયામાં ધાંધલીનો આરોપ લગાવતા આવ્યા છે.

એક્સપર્ટની ઓળખ સિક્રેટ

એક્સપર્ટની ઓળખ સિક્રેટ

આઈજીએ તરફથી આ વિશે જાણકારી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો છે કે આખરે લંડનમાં આ લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું કારણ શું છે. હજુ સુધી આ સાઈબર એક્સપર્ટની ઓળખ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી જે આ પ્રદર્શનને અંજામ આપશે. સંગઠન તરફથી જે ઈનવાઈટ મોકલવામાં આવ્યું છે તેમાં સુરક્ષાનો હવાલો આપતા એક્સપર્ટની ઓળખ આપવાનો ઈનકાર કરી દેવાયો છે. જ્યારે આઈજીએએ એક્સપર્ટના હવાલાથી કહ્યું છે કે તેઓ એ વાતને સાબિત કરશે કે ઈવીએમને કેવી રીતે હેક કરી શકાય છે. આઈજેએનું માનીએ તો જો આ દાવો સાચો સાબિત થયો તો પછી ચૂંટણીની પ્રક્રિયા પર સવાલ ઉભા થશે.

વર્ષ 2004થી ઈવીએમ આધારિત ચૂંટણી

વર્ષ 2004થી ઈવીએમ આધારિત ચૂંટણી

વર્ષ 2004થી ભારતમાં ચૂંટણી પૂરી રીતે ઈવીએમ આધારિત છે અને આ મશીન આવતાની સાથે જ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પરંપરા બંધ થઈ ગઈ. જ્યાે બ્રિટનમાં હજુ પણ બેલેટ પેપરનો ઉપયોગ થાય છે. ત્યાં ભારતની જેમ ઈવીએમનો ઉપયોગ નથી થતો. પાછલા ત્રણ વર્ષથી અહીં ઈવીએમના પ્રયોગ પર ચર્ચા ચાલી રહી છે પરંતુ ગુપ્તચર એજન્સીઓ અને ચૂંટણી પંચ ઈવીએમને ફુલપ્રુફ નથી માનતા. તેમનું માનવું છે કે આમાં હેકિંગ થઈ શકે છે. સાથે જ અહીં દરેક સીટ પર મતદાતાઓની સંખ્યા બહુ ઓછી હોય છે, ભારતની જેમ અહીં વધુ મતદાતા તો હોતા નથી. આ કારણે અહીં મતપત્રોની ગણતરી પણ એટલી મુશ્કેલ નથી થતી.

વર્ષ 1960થી થઈ રહ્યો છે ઈવીએમનો પ્રયોગ

વર્ષ 1960થી થઈ રહ્યો છે ઈવીએમનો પ્રયોગ

ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ વર્ષ 1960થી દુનિયામાં ઉપલબ્ધ છે. એ સમયે પંચ કાર્ડ સિસ્ટમ દ્વારા વોટ નાખવામાં આવી રહ્યા હતા. સૌથી પહેલા અમેરિકામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ થયો. વર્ષ 1964માં અમેરિકાના સાત રાજ્યોમાં આ જ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે લોકોએ વોટન ાખ્યા. ભારતમાં પહેલીવાર મે 1982માં કેરળના પરુર વિધાનસભા ક્ષેત્રમાં 50 પોલિંગ બૂથ્સ પર ઈવીએમ મશીનનો ઉપયોગ થયો હતો.

મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશ પર 49% દેવું વધ્યું

English summary
US cyber expert to demonstrate how to hack Indian EVMs in London.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more