For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી માટે ગુડ ન્યૂઝ: US માનવઅધિકાર રિપોર્ટમાં નામ નહીં

|
Google Oneindia Gujarati News

વોશિગ્ટન, 28 ફેબ્રુઆરી: એક બાજું લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જઇ રહી છે અને ભાજપો તારો ચમતો દેખાઇ રહ્યો છે કારણ કે તેના માટે એક પછી એક અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. સાથે સાથે મોદીનું નસીબ પણ જોર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર અમેરિકાએ માનવઅધિકારો પર બહાર પાડેલા વાર્ષિક રિપોર્ટમાં ગુજરાત રમખાણોને લઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ બાકાત રાખ્યું છે.

આ સમાચાર ખરેખર ભાજપ માટે એક આનંદના સમાચાર સાબિત થઇ શકે છે. જોકે અમેરિકાએ માનવાધિકારો પર વાર્ષિક રિપોર્ટમાં ગુજરાત રમખાણોને લઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નહીં હોવા પર સ્પષ્ટતા કરી છે, અને જણાવ્યું છે કે ગુજરાતમાં 2002ના રમખાણોને લઇને અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી.

narendra modi
અમેરિકન વિદેશ વિભાગની પ્રવક્તા જેન સાકીથી માનવાધિકારો પર વાર્ષિક રિપોર્ટ કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યૂમન રાઇટ્સ પ્રેક્ટિસિઝને લઇને સવાલ પૂછવામાં આવ્યા હતા કે ભારતમાં માનવાધિકારો પર ગયા રિપોર્ટમાં મોદીના નામનો ઉલ્લેખ હતો અને આ વખતના રિપોર્ટમાં તેમના નામનો ઉલ્લેખ શા માટે નથી.

સાકીએ જણાવ્યું કે લગભગ એક દશક પહેલા ગુજરાતમાં થયેલા સાંપ્રદાયિક રમખાણ પર અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસાને લઇને સતત ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે. મારા વિચારથી ભારતમાં કોમી હુલ્લડોના ઘણા મામલાઓને લઇને અમારું વલણ બિલકૂલ સ્પષ્ટ રહ્યું છે. માનવાધિકારો પર આ નવીનતમ રિપોર્ટ ગઇકાલે વિદેશ મંત્રી જ્હોન કેરીએ રજબ કરી હતી.

English summary
Denying it had gone soft on Bharatiya Janata Party's prime ministerial candidate Narendra Modi over his alleged role in 2002 Gujarat riots, the US says it continues to express concerns about communal violence across India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X