For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: 264 ઈલેક્ટોરલ વોટ સાથે જાદૂઈ આંકડાથી માત્ર 6 વોટ દૂર જો બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે ડેમોક્રેટ જો બિડેન મોટી જીત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે ડેમોક્રેટ જો બિડેન મોટી જીત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. બિડેન પાસે અત્યાર સુધી 264 ઈલેક્ટોરલ વોટ્સ આવી ચૂક્યા છે જ્યારે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 214 વોટ જ મળી શક્યા છે. બિડેનને હવે બસ 6 ઈલેક્ટોરલ વોટની જરૂર છે અને તે 270ના આંકડો મેળવતા જ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની શકે છે. જો કે હજુ સુધી પેંસિલવૈેનિયા જેવા મોટા બેટલગ્રાઉન્ડ સ્ટેટના પરિણામો આવ્યા નથી. અહીં ટ્રમ્પ લીડ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે વોટોની ગણતરીને પડકારી છે.

joe biden

પાંચ રાજ્યોમાં કાઉન્ટિંગ બાકી

અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ હજુ સુધી પાંચ રાજ્યોમાં કાઉન્ટિંગ પૂરુ થઈ શક્યુ નથી. પેંસિલવેનિયા અને નાના પરંતુ મહત્વના રાજ્ય નવાદાથી આવતા પરિણામો ટ્રમ્પ માટે જીતનો રસ્તો ખોલી શકે છે. ટ્રમ્પ જે પોતાના બીજા કાર્યકાળ તરફ જોઈ રહ્યા છે તેમને ફ્લોરિડા અને ટેકસાસ સહિત 23 રાજ્યોમાં જીત મળી છે. આ ઉપરાંત ઈન્ડિયાના, કેંટુકી, મિસોરી અમે ઓહાયોમાં પણ તે જીતી ચૂક્યા છે. ટ્રમ્પે વર્ષ 2016માં આ રાજ્યોમાં જીત મેળવી હતી.

22 રાજ્યોમાં બિડેનનો ઝંડો

જ્યારે બિડેનને 22 રાજ્યોમાં જીત મળી છે જેમાં તેમનુ ગૃહ રાજ્ય ડેલાવેર શામેલ છે. સાથે જ તેમણે કેલિફૉર્નિયા અને ન્યૂયોર્ક જેવા મોટા સ્ટેટ્સ સાથે જ રાજધાની વૉશિંગ્ટન પર પણ કબ્જો રાખ્યો. પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ વર્ષ 2016માં ટ્રમ્પની જીતવાળા રાજ્ય જેવા કે એરિજોના, મિશીગન અને વિસ્કોન્સિનમાં પણ વિજય મેળવ્યો છે. અહીં તેમણે પોતાની જીત સાથે જ પરિણામો બદલી દીધા. નેબ્રાસ્કામાં ઈલેક્ટોરલ વોટ્સ બે ભાગમાં વહેંચવામાં આવ્યા જેમાં ચાર ટ્રમ્પના ખાતામાં જ્યારે એક બિડેનના ખાતામાં આવ્યા. જો બિડેન નવાદામાં જીતી જાય તો તેમની પાે 270નો આંકડો આવી જશે.

US Election Live: જીતથી માત્ર 6 વોટ દૂર જો બિડેનUS Election Live: જીતથી માત્ર 6 વોટ દૂર જો બિડેન

English summary
US Election 2020: Democrat Joe Biden at 264 electoral votes while Trump gets 214 votes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X