US Election 2020: અમેરિકાના સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં અર્લી વોટિંગ, અહીં જીતનાર જ વ્હાઈટ હાઉસે પહોંચે
ફ્લોરિડાઃ અમેરિકાના રાજ્ય ફ્લોરિડામાં સોમવારે અર્લી વોટિંગ શરૂ થઈ ગયું છે. ફ્લોરિડા, અમેરિકાનું એ રાજ્ય છે જેને બેટલગ્રાઉન્ડ સ્ટેટ માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં જીતનારને કોઈપણ તાકાત વ્હાઈટ હાઉસ સુધી પહોંચતા રોકી નથી શકતી. શરૂઆતી ટ્રેન્ડમાં ડેમોક્રેટ્સને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીને પગલે આ વખતે ડાક મતપત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. ફ્લોરિડા એક મહત્વનું સ્વિંગ સ્ટેટ છે.
ટ્રમ્પ માટે ફ્લોરિડા બહુ મહત્વનું છે
સોમવારે સવારથી જ વોટર્સની લાઈન લાગેલી રહી અને લોકો પોતાના વારાનો ઈંતેજાર કરતા જોવા મળ્યા. જો કે એક બૂથ પર વોટિંગ બંધ કરવું પડ્યું કેમ કે અહીં એક ઈલેક્શન સુપરવાઈજર અને કર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. જ્યારે બીજી તરફ કાઉંટીમાં વેબસાઈટ ડાઉન થવાના કારણે વોટિંગ બંધ કરાવવું પડ્યું. ફ્લોરિડામાં 29 ઈલેક્ટોરલ વોટ્સ છે. આ રાજ્ય પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન બંને માટે ઘણી નાજૂક છે પરંતુ ટ્રમ્પ માટે આ વખતે ખાસ કરીને નિર્ણાયક સાબિત થનાર છે. ફ્લોરિડામાં પામ બીચ પર આવેલ નિવાસ માર-એ-લોગો તેમનું સત્તાવાર નિવાસ સ્થાન બની ગયું છે. પાછલા એક વર્ષથી વ્હાઈટ હાઉસ ઉપરાંત ટ્રમ્પ ન્યૂયોર્કમાં નહિ બલકે અહીં જ રહી રહ્યા છે. ફ્લોરિડામાં હારનો મતલબ ટ્રમ્પ માટે 270 વોટ એકઠા કરવા અસંભવ છે.
દર વખતે કાંટાની ટક્કર થાય છે
વર્ષ 2000માં અહીં રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ ડબલ્યૂ બુશે ડેમોક્રેટ અલ ગોરને માત્ર 537 વોટથી માત આપી હતી. અહીં હંમેશા જ નજીકનો સંઘર્ષ જોવા મળે છે. ટ્રમ્પ પાછલા અઠવાડિયે અહીં એક પ્રચાર રેલી કરી ચૂક્યા છે તો ડેમોક્રેટ કમલા હેરિસ જેઓ કેલિફોર્નિયાથી સીનેટર છે અને આ વખતે વાઈસ પ્રેસિડેન્ટની રેસમાં છે, અહીંના ઓરલેન્ડો અને જેક્સનવિલેનો પ્રવાસ કરશે. ટ્રમ્પ ફરી એકવાર શુક્રવારે અહીં રેલી કરવાના છે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે થનાર પ્રેસિડેન્શિયલ ચૂંટણી માટે અર્લી વોટિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે મોટી સંખ્યમાં લોકો અર્લી વોટિંગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સ્ટેટ ઈલેક્શન ઑફિશિયલ્સ તરફથી જણાવવામાં આવ્યું કે શુક્રવાર સુધી 22 મિલિયન અમેરિકી અર્લી વોટિંગમાં પોતાના બેલેટ પેપરનો ઉપયોગ કરી ચૂક્યા છે. યૂએસ ઈલેક્શન પ્રોજેક્ટ મુજબ વોટર્સ ખુદ આવી અથવા તો ફરી મેલ દ્વારા પોતાના વોટ નાખી શકે છે.
US Elections: જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા તો 28 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે