US Election 2020: જો બિડેન અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી તો કોણ બનશે યુએસ રાષ્ટ્રપતિ
વૉશિંગ્ટનઃ અમેરિકામાં ચૂંટણીના પરિણામો ક્યાં સુધી આવશે તે કોઈ નથી જાણતુ માટે હવે સૌની નજર એ તરફ મંડાયેલી છે. આ બધી સ્થિતિઓ વચ્ચે હવે એવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે કે જો ડેમોક્રેટ જો બિડેન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટાઈ થઈ ગઈ તો શું થશે? આવુ થવાના ચાન્સ ખૂબ ઓછા છે પરંતુ જો બંને ઉમેદવારોને એક સમાન વોટ મળ્યા તો એ વખતે કોણ વ્હાઈટ હાઉસની સત્તા સંભાળશે. આ વિશે જાણવુ ખૂબ જરૂરી છે. અત્યાર સુધી અમેરિકાના રાજકીય ઈતિહાસમાં આવી સ્થિતિ નથી આવી પરંતુ 538 ઈલેક્ટર સીટ માટે થયેલી ચૂંટણી આ વખતે ખૂબ જ ઐતિહાસિક છે માટે ક્યારે શું થશે તે કોઈ ન કહી શકે.
20 જાન્યુઆરી સુધી થતુ રહેશે વોટિંગ
બિડેન અને ટ્રમ્પ વચ્ચે ટાઈનો અર્થ બંનેને 269-269 વોટ મળવા જ્યારે જીતવા માટે કુલ 270 વોટની જરૂર છે. એવુ પણ થઈ શકે કે ઈંડીપેન્ડન્ટ ઉમેદવાર અમુક વોટ જીતી જાય. ટાઈ કે ડ્રૉની સ્થિતિમાં પ્રતિનિધિ સભા બેલેટની મદદથી આગલા રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે. આ ચૂંટણીને કન્ટિન્જન્ટ ઈલેક્શન કે આકસ્મિક ચૂંટણી કહેવાય છે. 50 રાજ્યોથી આવેલા દરેક પ્રતિનિધિને એક વોટ મળશે. કારણકે 50 એક સમ સંખ્યા છે તો બની શકે કે આ બેલેટ બાદ પણ ટાઈની સ્થિતિ થઈ જાય. આ સ્થિતિમાં પ્રતિનિધિ સભા ત્યાં સુધી વોટ કરતી રહેશે જ્યાં સુધી કોઈ વિજેતા સામે ન આવી જાય. 20 જાન્યુઆરી 2021 સુધી વોટિંગ આ રીતે જ ચાલતી રહેશે. ત્યારબાદ કોઈ નિર્ણય થવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનુ પદ છોડવુ પડશે.
આવતી ચૂંટણી સુધી રાષ્ટ્રપતિ હશે સ્પીકર
20 જાન્યુઆરીથી જ નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ આરંભ થાય છે અને 1933ના 20માં સંશોધન હેઠળ કાર્યકાળ માટે 20 જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિને ચાર વર્ષ સુધી શાસનની મંજૂરી મળે છે. માર્ચ 2020ના રોજ કોંગ્રેસની રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે હજુ સુધી એવો કોઈ નિયમ નથી કે જે હેઠળ રાષ્ટ્રપતિને આ તારીખ બાદ ઑફિસમાં રહેવાની મંજૂરી મળે. એટલે કે ટ્રમ્પને 20 તારીખ બાદ રાષ્ટ્રપતિ પદ પર રહેવાનો કોઈ અધિકાર નહિ હોય. જો કોર્ટ અને કૉલેજ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં અસમર્થ રહે તો પછી પ્રતિનિધિ સભાના સ્પીકર જે અત્યારે ડેમોક્રેટ નેન્સી પેલોસી છે તેમને આગલી ચૂંટણી સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળવુ પડી શકે છે. પેલોસી પાસે એ બધા અધિકાર અને શક્તિઓ હશે કે જે એક સામાન્ય રાષ્ટ્રપતિ પાસે ચૂંટણી પછી આવે છે.
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ઓઈલ લીક થવાથી લાગી ભીષણ આગ