US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ટ્વિટ કર્યો ભારતનો વિવાદિત નક્શો
નવી દિલ્લીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ભારતનો વિવાદિત નક્શો ટ્વિટ કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની ભવિષ્યવાણી કરીને ભારતના વિકૃત માનચિત્રને શેર કર્યુ જેમાં જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પ જુનિયરે ભારતને જો બિડેનના પ્રભાવવાળો દેશ ગણાવ્યો છે. તેમણે વિશ્વના ઘણા દેશોને લાલ અને વાદળી રંગમાં પ્રદર્શિત કર્યુ છે જેમાં લાલ ટ્રમ્પ સમર્થક અને વાદળી રંગ બિડેન સમર્થક દેશોને દર્શાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર દ્વારા ટ્વિટ કરવામાં આવેલ દુનિયાના નક્શામાં લાલ રંગથી પ્રદર્શિત કરવામાં આવેલ દેશોને રિપબ્લિકન પાર્ટીના સમર્થક ગણાવવામાં આવ્યા છે. વળી, ભારત-ચીન સહિત ઘણા બીજા દેશોને વાદળી રંગ એટલે કે બિડેન સમર્થક દેશ ગણાવ્યો છે. નવાઈની વાત એ છે કે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા ઘણા વર્ષોમાં ગાઢ થયા છે. એવામાં ટ્રમ્પ જુનિયર દ્વારા ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનના નક્શાથી જોડવુ ભારતીયોને ગમ્યુ નહિ. ટ્રમ્પના દીકરાએ ભારતના નક્શામાં માત્ર કાશ્મીરને જ નહિ પરંતુ ઉત્તરપૂર્વીરાજ્યોને પણ દેશથી અલગ બતાવ્યા છે.
પાકિસ્તાન, રશિયા, ઈરાનને ગણાવ્યા ટ્રમ્પ સમર્થક
ટ્રમ્પ જુનિયરે જે દેશોને બિડેન સમર્થક ગણાવ્યા છે જેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયા શામેલ છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન, રશિયા, ઈરાન સહિત ઘણા દેશોને ટ્રમ્પ સમર્થક ગણાવ્યા છે. ટ્રમ્પ જુનિયરના ટ્વિટ વિશે ભારતમાં વિવાદ વધી શકે છે. વળી, આ ટ્વિટથી અમેરિકામાં હાજર ભારતીય મૂળના લોકોની નારાજગી પણ રિપબ્લિકન પાર્ટીને સહન કરવી પડી શકે છે. મોટી સંખ્યામાં ભારતીય મૂળના વોટર મતદાનવાળા દિવસે વોટિંગમાં ભાગ લઈ રહ્યા છે.
Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020
US Election 2020: જાણો કોણ છે Joe Biden, અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ બની શકે