US Election 2020: 29 વર્ષના ભારતીય અમેરિકી નીરજ અંતાણીએ ઓહાયોથી જીતી ચૂંટણી
વૉશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ ચૂકી છે અને મતગણતરીનુ કામ ચાલુ છે. આ ચૂંટણી માત્ર રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે વ્હાઈટ હાઉસની રેસની જ ચૂંટણી નથી પરંતુ આમાં અમેરિકી કોંગ્રેસના અમુક સભ્યોની પણ ચૂંટણી થવાની છે. આમાંથી જ એક છે 29 વર્ષના ભારતીય અમેરિકી નીરજ અંતાણી જે રિપબ્લિકન પાર્ટીના છે. નીરજે 3 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં જીત મેળવીને એક નવો ઈતિહાસ પોતાના નામે કર્યો છે.
1987માં માતાપિતા ગયા હતા અમેરિકા
નીરજ અંતાણી અમેરિકી રાજ્ય ઓહાયોથી સેનેટની ચૂંટણી જીત્યા છે અને આ સાથે જ તે પહેલા એવા ભારતીય અમેરિકી બની ગયા છે જેમને આ રાજ્યમાં જીત મળી છે. નીરજે ટ્વિટ કરીને પોતાની ખુશ વ્યક્ત કરી છે. તેમણે લખ્યુ, 'આ રાજ્યના સેનેટરની ચૂંટણી જીતીને ઘણો કૃતજ્ઞ છુ. હું એ બધા લોકોને આભાર માનુ છુ જેમણે મારા માટે વોટ આપ્યો. મારી ટીમ અને મારા સમર્થકોનો પણ. તમારા સેનેટર તરીકે હું રોજ ખૂબ મહેનત કરીશ જેથી ઓહાયોના લોકોને તેમના અમેરિકી સપના સાકાર કરવાનો મોકો મળી શકે.' નીરજે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગલને હરાવ્યા છે. અંતાણી એક સાયન્સ ગ્રેજ્યુએટ છે અને વર્ષ 2014માં 23 વર્ષની ઉંમરે ઓહાયો પ્રતિનિધિ સભાના લીડર ચૂંટાયા હતા. એ વખતે તેમને સૌથી નાની ઉંમરના સાંસદ બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અંતાણીના માતાપિતા વર્ષ 1987માં અમેરિકા ગયા ગયા હતા. તે વૉશિંગ્ટનમાં થોડા દિવસ રહ્યા અને પછી મિયામીમાં વસી ગયા.
US: ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર લગાવ્યો ચોરીનો આરોપ