US Election 2024 : કોણ બનશે અમેરિકાના નવા પ્રેસિડેન્ટ? જાણો શું કહે છે સટ્ટા બજાર?
US Election Result 2024 : અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણી પુરી થયા બાદ પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ચૂંટણી દરમિયાન બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.
એક તરફ કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે તો બીજી તરફ સટ્ટા બજાર બીજી તરફ ઈશારો કરી રહ્યાં છે.

ધ ગાર્ડિયનના એક અહેવાલ અનુસાર, 5 નવેમ્બરની ચૂંટણી પહેલા સટ્ટા બજારમાં આગળ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કમલા હેરિસે પછાડી દીધા છે. ટ્રેન્ડ મુજબ ટ્રમ્પની જીતની શક્યતા ઘટી ગઈ છે.
પોલીમાર્કેટ અનુસાર, જીતની સંભાવના 58 ટકા છે, જે ગયા અઠવાડિયે 67 ટકાથી વધુ હતી. આ સિવાય કલશીએ તેને 53 ટકા સંભાવના દર્શાવી છે, જે ગયા સપ્તાહે 65 ટકા હતી. જો કે, આ બંને સટ્ટા બજારો હજુ પણ ટ્રમ્પને લીડમાં દર્શાવે છે.
પોલીમાર્કેટ અને કલશી એ બે મુખ્ય સટ્ટાબાજી એપ છે જે તાજેતરમાં એપ સ્ટોર પર ખૂબ માંગમાં છે. અન્ય સટ્ટા પ્લેટફોર્મ પ્રિડિક્ટ ઇટ લગભગ એક મહિનામાં પ્રથમ વખત કમલા હેરિસની જીતની તકૉ ટ્રમ્પ કરતાં વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે.
પ્રિડિક્ટ ઇટ અનુસાર, ડેમોક્રેટ કમલા હેરિસની જીતની સંભાવના 53 ટકા છે, જ્યારે ટ્રમ્પની જીતની સંભાવના 51 ટકા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સટ્ટા બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
ઘણા સટ્ટા બજારોએ એવી આગાહીઓ કરી છે કે ચૂંટણીમાં કોણ જીતવાની શક્યતા વધારે છે, તે પણ જાહેર અભિપ્રાયના મતદાનમાંથી લેવામાં આવે છે. ગયા સપ્તાહની શરૂઆતમાં ટ્રમ્પ સટ્ટા બજારોમાં અગ્રેસર હતા, પરંતુ ચૂંટણીનો દિવસ નજીક આવતાં આ અંતર નોંધપાત્ર રીતે ઓછું થયું છે.












Click it and Unblock the Notifications
