• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકા ચૂંટણી પરિણા: ટ્રમ્પ અને બાઇડનના કિસ્મતની ચાવી આ રાજ્યો પાસે

By BBC News ગુજરાતી
|

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેજિકલ નંબર છે 270. એટલે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી વાર સત્તામાં આવવા અને જો બાઇડનને નવા રાષ્ટ્રપતિ બનવા માટે ઇલેક્ટોરલ કૉલેજના 538માંથી 270 મત મેળવવા જરૂરી છે.

હજુ સુધી આ જાદુઈ નંબરથી બંને ઉમેદવારો હજી દૂર છે.

ઇલેક્ટોરલ કૉલેજના મતના મહત્ત્વનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે વર્ષ 2016માં ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો- વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયામાં માત્ર 70,000 મતોએ ટ્રમ્પને જીત અપાવી હતી.

આ મતો હિલેરી ક્લિન્ટનના 30 લાખ સામાન્ય મત સામે ભારે પડ્યા હતા.

અમેરિકામાં 50 રાજ્ય છે અને દરેક રાજ્યમાં ઇલેક્ટોરલ કૉલેજ મતની સંખ્યા કેટલી હશે એ ત્યાંની વસ્તીને આધારે નક્કી થાય છે.

આથી દરેક રાજ્ય પાસે ઇલેક્ટોરલ મતની સંખ્યા અલગઅલગ હોય છે.

કેટલાંક રાજ્યોમાં ટ્રમ્પની જીતની શક્યતા એટલી સારી બની છે કે તેમાં બદલાવની સંભાવના ઓછી છે.

બીજી તરફ બાઇડન પણ ઘણાં રાજ્યોમાં આગળ છે, તેમાં પણ ફેરફાર મુશ્કેલ છે. આ પ્રોજેક્શન અને વલણને જોતાં મીડિયાએ ટ્રમ્પ અને બાઇડનને વિજયી જાહેર કરી દીધા છે, જ્યાં તેઓ આગળ છે.

સત્તાવાર રીતે હજુ કોઈ પણ રાજ્યમાં પરિણામ જાહેર થયાં નથી. મીડિયાના પ્રોજેક્શન અનુસાર, ટ્રમ્પને ફ્લોરિડા, ઓહાયો, ટેક્સાસ અને આયોવામાં વિજયી જાહેર કર્યા છે, જ્યારે બાઇડનને કેલિફોર્નિયા, વૉશિંગ્ટન, ન્યૂ યૉર્ક અને ઇલિનોયમાં.

જોકે એરિઝોના, પેન્સિલ્વેનિયા, નૉર્થ કૈરોલિના, વિસ્કૉન્સિન અને જ્યોર્જિયામાં જોરદાર સ્પર્ધા છે.

આ રાજ્યોમાં મતગણતરી ધીમી ચાલી રહી છે, આ રાજ્યોમાં મતગણતરી કાલે પૂરી થશે કાં તો આ અઠવાડિયાના અંતમાં.

વિશેષજ્ઞો કહે છે કે કદાચ આ જ રાજ્યો અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની કિસ્મતનો નિર્ણય કરશે.

એ વાત પર પણ ધ્યાન રાખવું જોઈએ કે ટ્રમ્પ અને બાઇડન બંને પાસે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાના ઘણા રસ્તા છે અને વિશેષજ્ઞો કહે છે કે પેન્સિલ્વેનિયા જેવા રાજ્યનાં પરિણામો પર તેમની જીતનો ઘણો આધાર છે.

પેન્સિલ્વેનિયા- ઇલેક્ટોરલ કૉલેજ મત 29

પેન્સિલ્વેનિયામાં 14 લાખ મતની ગણતરી બાકી છે. તેમાંથી સૌથી વધુ મેઇલથી આપેલા મત છે. રાજ્યમાં મતગણતરી ધીમેધીમે આગળ વધી રહી છે, કેમ કે અધિકારી અનુપસ્થિત મતપત્રોને બૉક્સમાંથી અલગ કરીને તેની ગણતરી કરી રહ્યા છે, જેમાં સમય લાગી રહ્યો છે.

કેટલાક વિસ્તારોમાં મતગણતરી બુધવાર સવારે સુધી રોકી દેવામાં આવી છે.


એરિઝોના- ઇલેક્ટોરલ મત 11

https://www.youtube.com/watch?v=F_WSz3AsNgY

વલણ પ્રમાણે આ રાજ્ય જો બાઇડનના નામે જશે. એરિઝોનામાં 82 ટકા એટલે કે 26 લાખ મતોની ગણતરી થઈ ગઈ છે. સંપૂર્ણ ગણતરી બુધવારે સવારે પૂરી થશે.

આ રાજ્યમાં બાઇડનને 51.8 ટકા અને ટ્રમ્પને અત્યાર સુધીમાં 46.8 ટકા મત મળ્યા છે.

અનુમાન લગાવાઈ રહ્યું છે કે અન્ય 18 ટકા મતની ગણતરીમાં બાઇડનના પક્ષમાં પડેલા મતો વધુ હશે.

મિશિગન- ઇલેક્ટોરલ કૉલેજ મત 16

અહીં 87 ટકા મત એટલે કે 47 લાખ મતની ગણતરી થઈ ગઈ છે. અન્ય મતોની ગણતરી બુધવારે પૂરી કરાશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને 49.9 ટકા અને બાઇડનને 48.5 ટકા મત મળ્યા છે. જોકે, બાઇડન આગળ ચાલી રહ્યા છે.


વિસ્કૉન્સિન- ઇલેક્ટોરલ કૉલેજ મત 10

અહીં 95 ટકા મતની ગણતરી થઈ ગઈ છે. સમાચાર એજન્સીઓ અનુસાર, બાઇડન 49.3 ટકા અને ટ્રમ્પ 49.9 ટકા પર છે, એટલે કે આ રાજ્ય કોઈના પણ પક્ષમાં જઈ શકે છે અને એટલા માટે રાજ્યના 10 ઇલેક્ટોરલ કૉલેજ મતનું મહત્ત્વ વધુ માનવામાં આવે છે.


જ્યોર્જિયા- ઇલેક્ટોરલ કૉલેજ મત 16

આ રાજ્યમાં 94 ટકા મતગણતરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ટ્રમ્પને 50.5 ટકા અને બાઇડનને 48.3 ટકા મત મળી ચૂક્યા છે. જ્યોર્જિયા એક રીતે વાઇલ્ડ કાર્ડની જેમ ઊભરી આવ્યું છે. મંગળવારે એવું લાગતું હતું કે ટ્રમ્પ જીત તરફ આગળ વધી રહ્યા છે, પણ બાદમાં બાઇડને તેમને આગળ વધતા રોક્યા હતા. જોકે હજુ પણ ટ્રમ્પ આગળ છે, પણ મુકાબલો રસપ્રદ બની ગયો છે.


https://www.youtube.com/watch?v=-Noyci9HFfc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
US election results: The key to Trump and Biden's fortunes lies with these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X