ટ્રમ્પે ફરીથી કર્યો જીતનો દાવો, 'માન્ય વોટોની ગણતરી કરવામાં આવે તો હું સરળતાથી જીતી જઈશ'
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. જો બિડેન 253 ઈલેક્ટોરલ વોટ સાથે આગળ છે અને ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી 214 વોટ મળ્યા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી જીતનો દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને કહ્યુ છે કે જો તમે માન્ય વોટ(કાયદેસર મત)ની ગણતરી કરશો તો હું સરળતાથી જીતી જઈશ. પરંતુ જો તમે ગેરકાયદે(મેલ ઈન બેલેટ્સ) મતોની ગણતરી કરશો તો તે(બિડેન) આના દ્વારા અમારાથી જીત ચોરવાની કોશિશ કરી શકે છે. હું પહેલેથી જ ઘણા મોટા રાજ્યોમાં ઐતિહાસિક માર્જિન સાથે જીતી ચૂક્યો છુ.

ટ્રમ્પે કહ્યુ - આનો અંત કોર્ટમાં થશે
ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, 'અમારુ એ માનવુ છે કે અમે આ ચૂંટણી ખૂબ જ સરળતાથી જીતી જઈશુ. જો કે આના માટે કોર્ટના ચક્કર ઘણા લગાવવા પડશે...કારણરે અમારી પાસે ઘણા પુરાવા છે. આનો અંત દેશની સૌથી મોટી અદાલતમાં થશે. અમે દેશમાં આ રીતની ચોરી ન થવા દઈ શકીએ.'
|
છેવટે મને લાગે છે કે ન્યાયાધીશોને શાસન કરવુ પડશે
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ - કોઈ રાજ્ય પર હું દાવો કરી રહ્યો છુ કે ત્યાંથી હું આગળ છુ...અને તે(જો બિડેન) પણ એ રાજ્યો પર દાવો કરી રહ્યા છે. અમે બંને રાજ્યો પર દાવો કરી શકીએ છે, પરંતુ છેવટે મને લાગે છે કે ન્યાયાધીશોને શાસન કરવુ પડશે. અમે ચૂંટણીમાં કોઈ છેતરપિંડી નહિ કરવા દઈએ. ચૂંટણીની પવિત્રતાની રક્ષા કરવાનો અમારો હેતુ છે. ટ્રમ્પે કહ્યુ, નવાઈની વાત એ છે કે મેઈ ઈન બેલેટ્સ કઈ રીતે એક જ પક્ષ(ડેમોક્રેટ જે બિડેન) ની તરફ જ જઈ રહ્યુ છે. મે હંમેશાથી કહ્યુ છે કે આ એક ભ્રષ્ટ પ્રેકટીસ છે અને લોકોને પણ ભ્રષ્ટ બનાવે છે.
|
રિયલમાં આવી કોઈ વેવ નહોતી
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને સંબોધિત કરીને એ પણ કહ્યુ કે બધા ઓપિનિયન પોલ્સ જાણી જોઈને બ્લૂ વેવ(ડેમોક્રેટના પક્ષ)માં બતાવવામાં આવ્યા હતા. રિયલમાં આ રીતની કોઈ વેવ નહોતી. અસલમાં આખા દેશમાં રેડ વેવ(રિપબ્લિકન)ની વેવ હતી. આના વિશે મીડિયાને પણ સારી રીતે ખબર હતી.
ફેબ્રુઆરી સુધી લૉન્ચ થઈ શકે ભારત બાયોટેકની કોરોના વેક્સીન