For Quick Alerts
For Daily Alerts
યુએસે ઉડાવ્યુ બી-52 ફાઇટર, આપી ઉત્તર કોરિયાને ચેતવણી
સોલ, 19 માર્ચઃ અમેરિકાએ કહ્યું છે કે તે દક્ષિણ કોરિયાના આકાશ પર પરમાણુ સક્ષમ બી-52 બોમ્બવર્ષક વિમાનની પ્રશિક્ષણ ઉડાનો સંચાલિત કરી રહ્યાં છે. સૈન્ય તણાવ વધવાની વચ્ચે આ ઉત્તર કોરિયાને એક સ્પષ્ટ સંકેત છે.
પેંટાગનના પ્રવક્તા જ્યોર્જ લિટલે કહ્યું કે ઉડાને દક્ષિણ કોરિયા-અમેરિકન વચ્ચે સંયુક્ત વાર્ષિક સૈન્ય અભ્યાસનો હિસ્સો છે. આ ઉડાનોને દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના કોઇ હુમલાથી બચાવવા માટે અમેરિકન પ્રતિબદ્ધતા પર જોર આપવા અને તેની ક્ષમતાના રૂપમાં જોવામાં આવવું જોઇએ.
ઉત્તર કોરિયાએ ગત મહિને પોતાની ત્રીજી પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો પર પ્રતિક્રિયામાં એક બીજા કોરિયન યુદ્ધની ચેતવણી આપતા દક્ષિણ કોરિયા અને અમેરિકા પર પહેલીવાર પરમાણુ હુમલા કરવાની ધમકી આપી.
લિટલે કહ્યું કે એક સૈન્ય અભ્યાસ ફોલ ઇગલ હેઠળ ગુઆમ સ્થિત એન્ડરસન એરફોર્સ મથકે એક બી-52 બોમ્બવર્ષક વિમાનને ગત આઠ માર્ચે દક્ષિણ કોરિયા ઉપર ઉડાન ભરી.