For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં શટડાઉનઃ સેલેરી વિના ક્રિસમસ મનાવવા મજબૂર 8 લાખ સરકારી કર્મચારી

અમેરિકામાં મેક્સિકો બોર્ડર વૉલ માટે ત્રીજી વાર સરકારને શટ ડાઉન ઝેલવુ પડ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીને સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં મેક્સિકો બોર્ડર વૉલ માટે ત્રીજી વાર સરકારને શટ ડાઉન ઝેલવુ પડ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીને સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પે કહ્યુ કે ગયા સપ્તાહે જ તેમણે એ વાતની જાણકારી આપી દીધી હતી કે અમેરિકી બોર્ડર સાથે જોડાયેલ મેક્સિકો પર બોર્ડર વૉલ માટે ફંડ ન હોવાની સ્થિતિમાં સરકારની અમુક સંસ્થાઓને શટડાઉનનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આ બધા વચ્ચે ક્રિસમસ અને હોલીડે સિઝનમાં સરકાર સાથે જોડાયેલા કર્મચારીઓને નુકશાન ઝેલવુ પડી રહ્યુ છે. સરકારી સંસ્થાઓના લગભગ 8 લાખ કર્મચારીઓને રજાઓની સિઝનમાં સેલેરી નહિ મળે.

ક્યારે ખતમ થશે શટડાઉન, કોઈ જાણતુ નથી

ક્યારે ખતમ થશે શટડાઉન, કોઈ જાણતુ નથી

શનિવારે અમેરિકી કોંગ્રેસ અને વ્હાઈટ હાઉસ વચ્ચે વાતચીત ચાલુ હતી પરંતુ તે કોઈ પરિણામ પર પહોંચી શક્યા નહિ. ફેડરલ સ્પેડિંગ બિસ પાસ થયા વિના જ શનિવારે અમેરિકી કોંગ્રેસ સ્થગિત થઈ ગઈ. આ સાથે શુક્રવારે મોડી રાતે ઘણી મહત્વની સરકારી સંસ્થાઓના કામકાજ ઠપ્પ થઈ ગયા છે. ટ્રમ્પ પોતાની માંગ પર અડી ગયા છે અને તેમને મેક્સિકો સાથે જોડાયેલી સીમા પર એક બોર્ડર વૉલ તૈયાર કરાવવી છે. આ દિવાલ પર લગભગ પાંચ બિલિયન ડૉલરનો ખર્ચ આવશે. ડેમોક્રેટ્સે આનો વિરોધ કર્યો છે. આના કારણે કોંગ્રેસ કોઈ પરિણામ પર પહોંચી શકી નહિ. જેનુ પરિણામ એ છે કે ઘણી એજન્સીઓને નુકશાન ઝેલવુ પડશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે શટડાઉન ક્યાં સુધી ચાલશે. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે તે જલ્દી ખતમ થશે.

નાસાના કર્મચારીઓને ઘરે મોકલાયા

નાસાના કર્મચારીઓને ઘરે મોકલાયા

આઠ લાખ કર્મચારી આ શટડાઉનથી પ્રભાવિત થશે. શટડાઉનના કારણે તેમને પૈસા કામ કરવુ પડશે અથવા પૈસા વિના ક્રિસમસની રજાઓ ગાળવી પડશે. લગભગ 75 લાખ સરકારી કર્મચારી જેમાં મિલિટ્રી, સ્વાસ્થ્ય અને માનવ સંશાધન પણ શામેલ છે. સપ્ટેમ્બર 2019 સુધીની સેલેરી આપી દેવામાં આવી છે. વળી, 25 ટકા કર્મચારીઓને શનિવાર સુધી સેલેરી મળી નહોતી. મોટાભાગના નાસા કર્મચારીઓને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. વળી, કોમર્સ ડિપ્લોમેટ, હોમલેન્ડ સિક્યોરિટી, જસ્ટીસ કૃષિ અને વિદેશ વિભાગના કર્મચારીઓને પણ ઘરે જવા માટે કહી દેવામાં આવ્યુ છે.

શું છે શટડાઉન

શું છે શટડાઉન

અમેરિકામાં એન્ટી-ડેફિશિઅન્સી નામનો કાયદો છે જે હેઠળ પૈસાની ઉણપ હોવા પર સરકારી કર્મચારીઓનું કામ રોકવાનું હોય છે. કેપિટલ હિલ એટલે કે સંસદમાં ફંડિંગની કોઈ બાબત પર રજામંદી ન થવાના કારણે એવા સ્થિતિ પેદા થાય છે. શટડાઉન હેઠળ સરકારી કર્મચારીઓને જરૂરી અને ઓછા જરૂરી આ સમૂહોમાં વહેંચી દેવામાં આવે છે. પહેલી શ્રેણીના કર્મચારીઓ કામ પર તો આવે છે પરંતુ તેમને વેતન મળતુ નથી. વળી, બીજી શ્રેણીન કર્મચારી ઘરે બેસાડી દેવામાં આવે છે જ્યાં સુધી કે શટડાઉન ખતમ ન થાય. શટડાઉન ખતમ થયા બાદ કર્મચારીઓને તેમનુ વેતન મળે છે અને કામ શરૂ થઈ જાય છે.

આ પણ વાંચોઃ અનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે?આ પણ વાંચોઃ અનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે?

English summary
US Government shuts down: 8 lakh federal staff without pay in Christmas Holiday Season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X