For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન સદનમાં શટડાઉન ખતમ કરવા માટે આ બિલને મળી મંજૂરી

અમેરિકન સદનમાં શટડાઉન ખતમ કરવા માટે આ બિલને મળી મંજૂરી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રતિનિધિ સભાએ એ બિલને મંજૂરી આપી દીધી છે જે બાદ પાછલા અંદાજીત 15 દિવસથી ચાલી રહેલ શટડાઉન ખતમ થઈ ગયું છે. પરંતુ આ બિલમાં મેક્સિકો બૉર્ડર વૉલ માટે કોઈપણ પ્રકારના ફંડિંગને મંજૂરી આપવામાં આવી નથી. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીનું નિયંત્રણ છે. ગુરુવારે બિલ પાસ થયા બાદ આંશિક શટડાઉન ખતમ થઈ જશે. જે બાદ અમેરિકી વિદેશ વિભાગ, કૃષિ વિભાગ, કાર્મિક અને નાણાકીય વિભાગ સહિત કેટલાય વિભાગો માટે 30 સપ્ટેમ્બર બાદથી જરૂરી રકમ જાહેર કરી દેવામાં આવશે. અમેરિકામાં નાણાકીય વર્ષ સપ્ટેમ્બરમાં પૂરું થાય છે.

white house

સરકારી કર્મચારીઓને ન મળ્યો પગાર

વોટિંગ પહેલા વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારો તરફથી વીટોનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. વ્હાઈટ હાઉસ મુજબ સલાહકારોએ કહ્યું કે ટ્રમ્પ એ સમયે વીટોનો સહારો લે જો કોંગ્રેસ ટ્રમ્પની એમેરિકી-મેક્સિકો બોર્ડર પર બનનાર દિવાલ માટે કોઈપણ પ્રકારના વધારાનું ફંડ રિલીઝ કર્યા વિના બિલ પાસ કરી દે છે. મેક્સિકો બોર્ડર વૉલને લઈ અમેરિકાએ ત્રીજીવાર શટડાઉનનો સામનો કરવો પડ્યો અને તે પણ માત્ર એક જ વર્ષમાં. ટ્રમ્પે આ સ્થિતિ માટે ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી હતી. શટડાઉનનું સૌથી વધુ નુકસાન સરકારી કર્મચારીઓએ ભોગવવું પડ્યું. શટડાઉનને કારણે સરકારી સંસ્થાઓના અંદાજે આઠ લાખ એમ્પ્લોયને રજાની સીઝનમાં પગાર નથી મળ્યો.

આ પણ વાંચો- લૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

English summary
US House passes bills that would end government shutdown but no funds for wall.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X