For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વચગાળાની ચૂંટણીમાં ટ્રન્પને ઝાટકો, હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવમાં ડેમોક્રેટિક્સની વાપસી

વચગાળાની ચૂંટણીમાં ટ્રન્પને ઝાટકો, ડેમોક્રેટિક્સની વાપસી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં થયેલ મધ્યમ ગાળાની ચૂંટણીના રિઝલ્ટને મિશ્રિત પરિણામ કહી શકાય છે. એક તરફ પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને સેનેટમાં પોતાની બહુમતી યથાવત રાખી છે, જ્યારે નિચલા સદન હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવમાં ડેમોક્રેટ્સે પોતાનો દબદબો દેખાડ્યો. વર્ષ 2016 રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલ વચગાળાના પરિણામોની અમેરિકા અને વૈશ્વિક રાજધાની પર હવે દૂરોગામી અસર થનાર છે. જો કે ચૂંટણી પહેલા આ પરિણામોને લઈને વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા.

us mid term

ટ્રમ્પની પાર્ટી બંને સદનમાં બહુમતમાં હતી, પરંતુ હવે સત્તાના સમીકરણ બદલાય ગયાં અને લગભગ આ કારણે જ તેને સત્તામાં સંતુલન કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ટ્રમ્પે ચૂંટણી પરિણામોને સકારાત્મક ગણાવ્યા. જો કે ડેમોક્રેટિક્સનું બહુમત હવે હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવમાં છે અને એવામાં ટ્રમ્પ માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે કેમ કે આર્થિક મોર્ચે પર ટ્રમ્પે આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકાના મિડ ટર્મ ચૂંટણીને અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું કેમ કે ચૂંટણીના પરિણામોને ટ્રમ્પની વિવાદિત નીતિઓ પર જનમત સંગ્રહના રૂપમાં જોવામાં આવે તેવી સંભાવના હતી. જ્યારે આ પરિણામો બાદ હવે સંસદમાં સત્તા માટે સંતુલનનો ફેસલો પણ કહેવામાં આવી રહ્યો છે. 100 સભ્યોવાળા સેનેટની કુલ 35 સીટો પર નવા સભ્યો ચૂંટાઈ આવ્યા છે.

અમેરિકાના મિડ ટર્મ ચૂંટણીમાં મંગળવારે મતદાન થયું હતું. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મતદાનની પૂર્વ સંધ્યાએ સંસદમાં બહુમત બનાવી રાખવા માટે અંતિમ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. એમણે પોતાના સમર્થકોને મતદાન કરવાની અપીલ કરી હતી અને રિપબ્લિકનને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો- ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ RBI પર 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવતું રહેશે

English summary
us mid term 2018: republican retain senate and democrats retake control of US House of Representatives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X