• search

સેક્સ અને ચાઇલ્ડ પોર્નમાં ફસાઇ અમેરિકન સેના, સુસાઇડ કરી રહેલા સૈનિકો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    વોશિંગ્ટન, 6 ઑગસ્ટ : દુનિયામાં રુવાબ ઝાડવા માટે અમેરિકાએ ભારે સેના તો તૈયાર કરી તો લીધી પરંતુ મંદી અને બેરોજગારીની મારમાંથી પસાર થઇ રહેલ અમેરિકા હવે તેમનો ખર્ચ ઉઠાવી નથી શકતું. એક પછી એક યુદ્ધ અને પછી સ્પેશિયલ મિશનથી પરેશાન અમેરિકન સેનાની હાલત ખરાબ થઇ ચૂકી છે.

    અમેરિકન સેનાની હાલત તો એવી થઇ ગઇ છે કે તે ક્યારેક સેક્સ સ્કેન્ડલમાં ફંસાઇ રહ્યા છે તો ક્યારેક બળાત્કારના મામલામાં. આ ઉપરાંત તેમની પર નિર્દોષોની હત્યાના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે.

    જ્યારે બીજી બાજું મંદીની માર અને યોગ્ય ખર્ચનું નિર્વહન ના થઇ શકવાને પગલે અમેરિકન સૈનિકોની માનસિક સ્થિતિ પણ ડગમગી રહી છે, જેના પગલે તેમને મેડિટેશન વગેરે કરાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વધું એક રિપોર્ટ સામે આવ્યો છે જેના કારણે અમેરિકન સરકારના માથા પર પરસેવો આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકન સૈનિક હવે આત્મહત્યા કરવા લાગ્યા છે. રિપોર્ટનું માનીએ તો અમેરિકન સૈનિકોમાં આત્મહત્યાની ઘટના મહામારીની જેમ ફેલાઇ રહી છે.

    american soldier
    ગયા વર્ષે સેનામાં 249 સૈનિકોએ આત્મહત્યાનો રિપોર્ટ આવ્યા બાદથી અમેરિકન સેનાના અધિકારીઓ સજાગ થઇ ગયા છે. આત્મહત્યાની આ સંખ્યા યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો કરતા પણ વધારે છે. અમેરિકન સેનાએ 60 સૈન્ય ભર્તી કર્મચારીઓ, શારીરિક પ્રશિક્ષણકો અને સલાહકારોને શારિરીક શોષણ જેવા આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે.

    સેનાની પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ કેથી વિલકિન્સને જણાવ્યું કે સેનામાં શારિરીક શોષણના વધતા મામલાને ધ્યાનમાં રાખતા રક્ષામંત્રી ચક હેગલના આદેશ પર ગયા મહીને સેન્ય ભર્તી કર્મચારીઓ, શારિરીક પ્રશિક્ષકો અને શારીરિક શોષણ પીડિતો માટે નિમણૂક સલાહકારોની સ્ક્રિનિંગનું કામ શરૂ કર્યું હતું.

    English summary
    An astonishing survey from a veterans group found that 30 per cent of recent military vets have considered committing suicide since returning from active duty.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more