અમેરિકાની ચેતવણી, 13મી વરસી પર ફરી થઇ શકે છે 9/11 જેવો હુમલો
વોશિંગ્ટન, 4 સપ્ટેમ્બર: જે વાતનો ડર હતો અને આશંકા દુનિયાને સતાવી રહી હતી, તે વાતને લઇને હવે અમેરિકન અધિકારીઓ પણ ઘભરાઇ રહ્યા છે.
- 11 જેટલાઇનર્સ ગાયબ
અમેરિકન અધિકારીઓ તરફથી એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે 9/11ની 13મી વરસીના અવસર પર થઇ શકે છે. આતંકવાદી આ જ પ્રકારનો હુમલાથી અમેરિકા અને સાઉથ અફ્રીકન દેશોને નિશાનો બનાવી શકે છે.
જોકે લીબિયાની રાજધાની ત્રિપોલીથી 11 જેટલાઇનર્સની ચોરી થવાની વાતો સામે આવી રહી છે. આ જેટલાઇનર્સને ગયા મહીને ચોરી કરવામાં આવ્યું છે. અમેરિકન અધિકારીઓની માનીએ તો આ જેટલાઇનર્સની મદદથી નોર્થ આફ્રિકાની સાથે જ અમેરિકાના ઘણા ઠેકાણાઓને નિશાનો બનાવવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે.
- 11 સપ્ટેમ્બર જેવી પ્લાનિંગ
અમેરિકાના વોશિંગ્ટન ફ્રી બેકોને એક અમેરિકન અધિકારીના હવાલાથી છપાયું છે કે લીબિયામાં ઘણા કોમર્સિયલ એરલાઇન્સના જેટ્સ ગાયબ છે.
દુનિયા જાણે છે કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં કેટલાંક ગાયબ જેટ્સનો પ્રયોગ કઇ રીતે આતંકવાદીઓએ હુમલો કરવામાં કર્યો હતો.
આ અધિકારીની માનીએ તો ગુમ થયેલા જેટ્સ મોટી ચિંતાનો વિષય છે. લીબિયાની રાજધાની ત્રિપોલી ઇંટરનેશનલ એરપોર્ટથી 23 ઓગષ્ટના રોજ આ જેટ્સના ગાયબ હોવાના સમાચાર આવ્યા હતા.
- ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો
આ ઉપરાંત લીબિયન આતંકવાદીઓએ ટ્વિટર પર ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ ગુમ થયેલા એરક્રાફ્ટની સામે ફોટો ક્લિક કરાવી રહ્યા છે.
GOOFBALLS + PLANES: Libyan Islamist rebels pose with planes seized from Tripoli airport http://t.co/snOuYZydNI #tcot pic.twitter.com/GsiAKuZxjG
— slone (@slone) September 4, 2014
જ્યાં બે જેટ્સ વર્લ્ડ ટ્રેડ સેંટર સાથે ટકરાયા હતા જ્યારે એક જેટ પેંટાગન બિલ્ડિંગમાં દાખિલ થઇ ગયું હતું. જ્યારે ચોથું જેટ પેંસિલવેનિયાના જંગલોમાં ક્રેશ થઇ ગયું હતું, કારણ કે તેમાં રહેલા પેસેંજર્સે હાઇજેકર્સની સાથે મુકાબલો કરવાની કોશીશ કરી હતી.