પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાની મુક્તિ પર પાકને USની ચેતવણી, ન્યાય કરો નહિતર અમે આપીશુ સજા
US Pakistan Supreme Court decision to acquit killer of Daniel Pearl: પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા ઉમર શેખ(Ahmed Omar Saeed Sheikh)ની મુક્તિ પર અમેરિકા ભડકી ગયુ છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઉમર શેખની મુક્તિનો આદેશ આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના આદેશની આકરી ટીકા કરીને પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રી એંટોની બ્લિંકેને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપીને કહ્યુ છે કે ઉમર શેખની મુક્તિને રોકો નહિતર અમેરિકા આ વાત માટે તેને ખુદ સજા આપશે. એંટોની બ્લિંકને કહયુ છે કે જો પાકિસ્તાનની સરકારે યોગ્ય કાર્યવાહી ન કરી તો વૉશિંગ્ટન એક અમેરિકી નાગરિકની હત્યા સામે ઉમર શેખ પર પોતાનો આ કેસ ચલાવશે. ઉમર શેખ અલકાયદા આતંકવાદી છે.
અમેરિકી વિદેશ મંત્રી એંટોની બ્લિંકેને નિવેદનમાં કહ્યુ છે કે અમને એ આશા છે કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાન સરકાર પોતાની કાનૂની પ્રક્રિયા અને વિકલ્પોની ફરીથી સમીક્ષા કરશે. અમેરિકાના એટૉર્ની જનરલે એ નિવેદનને ગંભીરતાથી લીધુ છે જેમાં તેમણે ચુકાદાને પાછો લેવા માટે સમીક્ષા અરજીતી ઈચ્છા જાહેર કરી છે. અમે અમેરિકી નાગરિક પ્રત્યે કરાયેલ ગુનાઓ માટે ઉમર શેખને સજા આપવા માટે તૈયાર છે.
ખેડૂત આંદોલનઃ મુઝફ્ફરનગરમાં મહાપંચાયત, થઈ શકે છે મોટો નિર્ણય