US પેટ પોલ : મોટા ભાગનાને ડોગ્સ પસંદ, 18 ટકાને ડાયનાસોર્સ પસંદ
વૉશિંગ્ટન, 25 જૂન : અમેરિકનોનો પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તો સૌ કોઇ જાણે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક નવા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે અમેરિકનો માત્ર કૂતરાં કે બિલાડીઓ પાછળ પાગલ નથી પણ તેમને તક મળે તો તેઓ ડાયનાસોર્સ પાળવાની ઇચ્છા પણ ધરાવે છે.
દર 10 ઉત્તરદાતાઓમાંથી 6 ઉત્તરદાતાઓ પાસે પાલતુ પ્રાણી છે. તેમાંથી ત્રણ ઉત્તરદાતાઓ તેમના પાલતુ પ્રાણીને પોતાના બેડ પર પોતાની સાથે ઉંઘાડે છે. જો કે આ સર્વેમાં એ જાણવા મળ્યું નથી કે જે લોકો પોતાના પાલતુ પ્રાણીને પોતાની સાથે પોતાના બેડ પર ઊંઘાડે છે તેમાં સરીસૃપોનો સમાવેશ થાય છે કે નહીં.

કૂતરાં પાળવાનું પસંદ
52 ટકા

બિલાડી પાળવાનું પસંદ
21 ટકા

વાઘ પાળવાનું પસંદ
26 ટકા

જિરાફ પાળવાનું પસંદ
20 ટકા

ડાઇનાસોર પાળવાનું પસંદ
18 ટકા

હાથી પાળવાનું પસંદ
16 ટકા

પસંદગીનો ખ્યાલ નથી
27 ટકા

સાપ સૌથી બિહામણું પ્રાણી
21 ટકા

મગર સૌથી બિહામણું પ્રાણી
19 ટકા

શાર્ક સૌથી બિહામણું પ્રાણી
18 ટકા

રીંછ સૌથી બિહામણું પ્રાણી
14 ટકા

સર્વેક્ષણ વિશે
આ સર્વેક્ષણમાં 603 વોટર્સે ભાગ લીધો હતો. 11 જૂન, 2013થી 13 જૂન, 2013 દરમિયાન યોજાયેલા સર્વેક્ષણમાં ઉત્તરદાતાઓને પાલતુ પ્રાણીઓ, પ્રાણીઓના ડર અને અન્ય બાબતો સહિત 36 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
દર પાંચમાંથી એક ઉત્તરદાતા એમ જણાવે છે કે તેઓ કોઇ વ્યક્તિ સાથે સમય પસાર કરવાને બદલે પોતાના પાલતુ પ્રાણી સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરશે. આ સર્વેક્ષણમાં 603 વોટર્સે ભાગ લીધો હતો. 11 જૂન, 2013થી 13 જૂન, 2013 દરમિયાન યોજાયેલા સર્વેક્ષણમાં ઉત્તરદાતાઓને પાલતુ પ્રાણીઓ, પ્રાણીઓના ડર અને અન્ય બાબતો સહિત 36 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.