પાકિસ્તાનમાં ધડાધડ વેચાય રહી છે 'ઓબામા વિયાગ્રા પિલ્સ'

Posted By:
Subscribe to Oneindia News

ઇસ્લામાબાદ, 21 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં તાજેતરમાં જ લોન્ચ થયેલી સેક્સ પિલ્સને વેચવા માટે કંપનીએ એક અનોખી રીત અપનાવી છે. કંપનીએ પિલ્સના પેકેટ પર તથા જાહેરાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો ફોટો લગાવ્યો છે. આ ફોટામાં ઓબામા જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં છે.

આ ભૂલથી થયું છે કે જાણીજોઇને કરવામાં આવ્યું છે, તે વાતનો અંદાજો તમે આના દ્વારા જ લગાવી શકો છો કે જાહેરાત આવતાં જ પિલ્સનું વેચાણ વધી ગયું છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે પાકિસ્તાનના સ્થાનિક નિવાસીએ ઓબામ પિલ્સનો એક વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કર્યો તો અમેરિકન રાષ્ટ્રપતિનું અપમાન ગણતાં થોડા કલાકોમાં જ હટાવી દેવામાં આવ્યો. બજારમાં આઓબામા પિલ્સનું એક પેકેટ લગભગ 50 થી 60 રૂપિયા સુધીનું છે, જેમાં ચાર ગોળીઓ આવે છે.

યૌન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી આ ગોળીઓને પાકિસ્તાનના પષ્ટુન વિસ્તારમાં અફઘાનિસ્તાનથી ખરીદીને લાવવામાં આવી છે. આ તે વિસ્તાર છે, જ્યાં કટ્ટરપંથી મુસલમાનોનો ગઢ છે.

આ દવા કેટલી અસરકારક છે અથવા અસલી વિયાગ્રા જેટલો દમ ધરાવે છે એ તો તપાસનો વિષય છે, પરંતુ લોકોએ જણાવ્યું હતું કે તે પેકેટમાં ગોળીઓ મળી, તે તેમના માટે એકદમ નવી છે. પાકિસ્તાની ડૉક્ટરે સમાચાર પત્ર ધ હેરાલ્ડ સન સાથેની વાતચીતમાં કહ્યું છે કે અહીંયા તમામ યુવાનો છે જે બેરોજગારી અને આતંકવાદના લીધે વિયાગ્રા જેવી દવાઓ લેવા માટે મજબૂર થાય છે. અવાર નવાર આતંકવાદી હુમલાના લીધે એટલા ડિપ્રેસ થઇ ગયા છે, કે યૌન શક્તિ એકદમ ઓછી થઇ ગઇ છે અને તેના લીધે તેમના લગ્નજીવન પર પ્રભાવ પડી શકે છે. આ નબળાઇને જોતાં આ પ્રકારની દવાઓનું વેચાણ વધુ થાય છે.

પાકિસ્તાનમાં નવી વિયાગ્રા

પાકિસ્તાનમાં નવી વિયાગ્રા

ફોટામાં તમે જોઇ શકો છો કે આ વિયાગ્રા પર બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેક્સ પિલ્સનું કારણ

સેક્સ પિલ્સનું કારણ

સ્થાનિક રહેવાસી એહસાન ઉલ્લાહે સમાચાર પત્રને જણાવ્યું હતું કે આ દવાઓ તે લોકો વધુ ઉપયોગ કરે છે, જે પોતાની જવાની મૈથુનમાં ગુમાવી દે છે. યૌન શક્તિને ફરીથી પ્રાપ્ત કરવા માટે આ દવાઓનું ચલણ વધી ગયું છે.

પ્રતિબંધિત છે આવી દવાઓ

પ્રતિબંધિત છે આવી દવાઓ

આમ તો અમે તમને જણાવી દઇએ કે ઇરેક્ટાઇલ ડાઇસ્ફંશન એટલે કે નપુંસકતા માટ દવાઓ લેવી પ્રતિબંધિત છે.

અસલી વિયાગ્રા આ છે

અસલી વિયાગ્રા આ છે

ફોટામાં તમે જોઇ શકો છો કે ફાઇબર કંપનીની અસલી વિયાગ્રા કેવી હોય છે.

ચીનની કરતૂત હોય શકે

ચીનની કરતૂત હોય શકે

આ દવા પર ચીની ભાષામાં લખેલા શબ્દોથી સ્પષ્ટ છે કે આ કરતૂત કોઇ ચીની કંપનીની છે, જેને પાકિસ્તાનમાં દવા વેચવા માટે આમ કર્યું છે.

English summary
A company in Pakistan has used US President Barack Obama's images to sell sex pills.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.