For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પર 100% સુધી ટેરિફ લગાવવાનો આરોપ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે થનારા પહેલા 2+2 ડાયલોગ માટે અમેરિકા જવાના છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે થનારા પહેલા 2+2 ડાયલોગ માટે અમેરિકા જવાના છે. એ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટુ નિવેદન આપ્યુ છે. ટ્રમ્પે ભારતને અમેરિકી ઉત્પાદનો પર 100% સુધી ટેરિફ લગાવવાના દોષી ગણાવ્યા છે. આ પહેલા ભારતે કૃષિ અને બીજા કેટલાક જરૂરી ઉત્પાદન પર ઉત્પાદ શુલ્કમાં ઘણો વધારો કર્યો છે. ટ્રમ્પ આ પહેલા પણ ભારત પર આ પ્રકારનો આરોપ લગાવી ચૂક્યા છે.

ભારત હટાવે અમેરિકી ઉત્પાદનો પરથી ટેરિફ

ભારત હટાવે અમેરિકી ઉત્પાદનો પરથી ટેરિફ

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યુ કે કેટલાક દેશ જેમ કે ભારત, 100% સુધી ટેરિફ થોપી દે છે. અમે ઈચ્છીએ છીએ કે આ ટેરિફ હટાવવામાં આવે. ટ્રમ્પે આ વાત એ સવાલના જવાબમાં આપી જે હાલમાં જ કેટલાક વિદેશી ઉત્પાદનો પર લગાવાયેલા ટેરિફ લગાવવાના નિર્ણય સાથે જોડાયેલી હતી. ટ્રમ્પે પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યુ કે આ નિર્ણય એ વેપાર અસંતુલનની પ્રતિક્રિયા હેઠળ હતો જેની સાથે અમેરિકાના મોટા વેપારી સંબંધ છે જેમ કે ચીન, યુરોપિયન યુનિયન અને ભારત.

આગામી સપ્તાહે થવાનો છે 2+2 ડાયલોગ

આગામી સપ્તાહે થવાનો છે 2+2 ડાયલોગ

ભારત અને અમેરિકા વચ્ચે પહેલો 2+2 ડાયલોગ આગામી સપ્તાહે થવાનો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આ દરમિયાન પોતાના અમેરિકી સમકક્ષો માઈક પોપેયો અને જિમ મટીસ સાથે વાતચીત કરશે. ટ્રમ્પે કહ્યુ કે હું જે કરવા ઈચ્છુ છુ અને મે જી 7 માં જે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમાં મે કહ્યુ હતુ કે બધા પ્રકારના ટેરિફ અને બધા બેરિયર્સને આવો રદ કરીએ. તેમણે પૂછ્યુ કે શું દરેક જણ આનાથી સંમત છે? તો કોઈએ પણ હા નહોતી કહી. ટ્રમ્પના કહેવા મુજબ લોકો ફરિયાદ કરી રહ્યા હતા.

અમેરિકી ખેડૂતોનો થયુ મોટુ નુકશાન

અમેરિકી ખેડૂતોનો થયુ મોટુ નુકશાન

ટ્રમ્પના જણાવ્યા મુજબ બાકી દેશ અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે. ટેરિફ વિના તમે ક્યારેય ન કરી શકો. જો તમે સમજૂતી કરવા ઈચ્છો છો તો પછી અમે ટેરિફ લગાવીશુ. ટ્રમ્પે અમેરિકાને એક એવી બેંક ગણાવી જે દરેક જણ લૂંટવા ઈચ્છે છે અને તે કોઈને પણ આમ નહિ કરવા દે. ટ્રમ્પે કહ્યુ કે અમેરિકાએ ગયા વર્ષે ચીન સાથે 500 બિલિયન ડૉલર ગુમાવી દીધા. યુરોપિયન યુનિયન સાથે 151 બિલિયન ડૉલર ગુમાવ્યા અને આના કારણે અમેરિકી ખેડૂતોને ખૂબ નુકશાન ભોગવવું પડ્યુ.

English summary
US President Donald Trump has accused India of charging 100 percent tariff on import of American products.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X