• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાયરસથી જેટલા લોકો મર્યા એટલા તો વિશ્વયુદ્ધમાં નહોતા મર્યાઃ જો બાઈડન

|

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસે આખા વિશ્વમાં વિનાશ કર્યો છે, આ મહામારીની સૌથી વધુ અસર અમેરિકા પર થઈ છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશને પણ કોરોનાએ સંપૂર્ણપણે હચમચાવી દીધો હતો. અહીં લોકો પાસે બેડની અછત સર્જાઈ હતી. એ સમય અમેરિકા માટે ખૂબ જ ભયાનક હતો. હાલમાં એ ખરાબ સમય વિશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રતિક્રિયા આપી છે. બાઈડેને કોરોના વાયરસ મહામારી વિશે પહેલી વાર દેશને સંબોધિત કર્યો છે જેમાં તેમણે કહ્યુ કે એક વર્ષ પહેલા કોરોના વાયરસે આપણને ગંભીર રીતે આઘાત પહોંચાડ્યો છે.

કોરોના વાયરસ ચૂપચાપ આવ્યો અને ચારે તરફ અંધારુ ફેલાઈ ગયુ

કોરોના વાયરસ ચૂપચાપ આવ્યો અને ચારે તરફ અંધારુ ફેલાઈ ગયુ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, 'આ વાયરસ એકદમ ચૂપચાપ આવ્યો અને બધામાં ફેલાઈ ગયો અને અંધારુ છવાઈ ગયુ, અમુક દિવસો, સપ્તાહો અને મહિનાઓ સુધી આપણે ટાળતા રહ્યા, આને ગંભીરતાથી ન લીધુ અને બેદરકારીથી ઘણા બધા મોત થઈ ગયો. આપણામાંથી ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવી દીધા. આ વાયરસે માત્ર લોકોના જીવ જ નહિ પરંતુ તેણે દરેક પાસેથી કંઈને કંઈ લઈ લીધુ. તેણે આપણને દરેક રીતે નુકશાન પહોંચાડ્યુ. '

અમેરિકામાં કોરોનાથી 527,726 મોત

અમેરિકામાં કોરોનાથી 527,726 મોત

અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 527,726 મોત થયા છે. બાઈડને કહ્યુ કે હું એ જાણુ છુ કે આ બહુ મુશ્કેલ અને કષ્ટદાયક છે. મારા ખિસ્સામાં એક કાર્ડ છે જેમાં અમેરિકામાં કોરોના વાયરસથી મરનાર લોકોનો આંકડો છે. આ લોકો કોવિડ-19ના કારણે માર્યા ગયા. અત્યાર સુધી અમેરિકામાં કુલ 527,726 મોત થયા છે. જે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વ યુદ્ધ, વિયેતનામ યુદ્ધ અને 9/11થી વધુ છે. પરંતુ આપણે આની સામે લડી શક્યા છીએ અને લડી રહ્યા છે. બાઈડેને કહ્યુ કે અમેરિકામાં બધા વયસ્કોને 1 મે સુધી વેક્સીન આપી દેવામાં આવશે.

1400 ડૉલરની આર્થિક મદદ

1400 ડૉલરની આર્થિક મદદ

તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિએ 19 ખરબ અમેરિકી ડૉલરના રાહત પેકેજ પર કાલે હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે આ રાહત પેકેજથી કોરોના વાયરસના કારણે મુશ્કેલીઓ સહન કરી રહેલ લોકો, વેપારીઓને મદદ મળશે અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે આ લડાઈમાં સફળ થઈશુ. ઉલ્લેખનીય છે કે આ રાહત પેકેજનુ નામ 'અમેરિકન રેસ્ક્યુ પ્લાન એક્ટ 2021' છે. 1400 ડૉલરની આર્થિક મદદ આપવામાં આવશે. આ મદદ એ જરુરિયાતમંદોને મળશે જે કોરોનાના કારણે આર્થિક રીતે બરબાદ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ પેકેજમાં 350 બિલિયન ડૉલરનો હિસ્સો સ્ટેટ અને લોકલ ગવર્મેન્ટ માટે છે અને એટલુ જ નહિ એક સપ્તાહની અંદર જ લોકોના બેંક ખાતામાં પૈસા પણ આવી જશે.

પીએમ મોદી આજે કરશે 'આઝાદીના અમૃત મહોત્સવ'નુ ઉદઘાટનપીએમ મોદી આજે કરશે 'આઝાદીના અમૃત મહોત્સવ'નુ ઉદઘાટન

English summary
US President Joe Biden address people on the anniversary of COVID19 in the US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X