For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે અમેરિકા પરાસ્ત, 24 કલાકમાં 1754ના મોત, વિશ્વમાં 3 લાખ લોકોના જીવ ગયા

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 1754 લોકોના મોત થયા છે જ્યારે વિશ્વશક્તિ કહેવાતા અમેરિકામાં કોરોના વાયરસથી 84000થી વધુ મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોતનો આંકડો ન તો થમી રહ્યો છે અને ના ઘટી રહ્યો છે. 24 કલાકમાં કોરોનાથી મરનારની સંખ્યા હજુ પણ હજારને પાર રહી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 1754 લોકોના મોત થયા છે જ્યારે વિશ્વશક્તિ કહેવાતા અમેરિકામાં કોરોના વાયરસથી 84000થી વધુ મોત થયા છે.

coronavirus

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1754 દર્દીઓના મોત થઈ ગયા છે. વળી, દુનિયાભરમાં આ વાયરસે 3 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. વળી, 45 લાખથી વધુ લોકો કોરોનાના લપેટામાં આવી ગયા છે. કોરોના વાયરસના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. અમેરિકામાં કોરોના વાયરસનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અહીં 84 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. કોરોનાના કારણે યુરોપ અને અમેિરાકમાં ભયંકર વિનાશ સર્જાયો છે. અમેરિકા બાદ રશિયા હવે ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. રશિયામાં સંક્રમિતોનો આંકડો અઢી લાખને પાર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા બે સપ્તાહમાં અહીં એક દિવસમાં સૌથી ઓછા નવા દર્દી મળ્યા છે.

ગુરુવારે રશિયામાં એક દિવસમાં 9974 નવા દર્દી મળ્યા બાદ અહીં દર્દીઓની સંખ્યા 2,52,245 પહોંચી ગઈ છે. રશિયાથી વધુ દર્દી સ્પેનમાં 2,72,646 થઈ ગયા છે. વળી, બ્રાઝિલમાં કોરોનાની ચપેટમાં 1,90,137 લોકો આવી ચૂક્યા છે. જૉન હૉપકિન્સના આંકડાઓ મુજબ કોરોનાના કારણે દુનિયાભરમાં મરનારની સંખ્યા ત્રણ લાખને પાર થઈ ચૂકી છે. કોરોનાથી સંક્રમિત દેશમાં અમેરિકા અને રશિયા બાદ બ્રિટન સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં 2 લાખ 30 હજાર 986 લોકો કોરોનાની ચપેટમાં છે. સ્પેનમાં 2 લાખ 28 હજાર 691 કેસ સામે આવી ચૂક્યા છે. ઈટલીમાં 2 લાખ 22 હજાર 104 લોકો કોરોનાથી સંક્રમિત છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોતદેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોત

English summary
US records 1754 coronavirus deaths in 24 hours: 3 Lakh People Lost their life due to Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X