For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1984ના ભારત રમખાણો જનસંહાર નથીઃ અમેરિકા

By Super
|
Google Oneindia Gujarati News

anti-sikh-riots
વોશિંગટન, 2 એપ્રિલઃ અમેરિકામાં ખાલિસ્તાન સમર્થક સમૂહોને મંગળાવરે એ સમયે ઝટકો લાગ્યો જ્યારે ઓબામા પ્રશાસને ભારતમાં વર્ષ 1984માં થયેલા સિખ વિરોધી રમખાણોને જનસંહાર જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો પરંતુ રેખાંકિત કર્યું કે માનવાધિકારોનું ઉલ્લંઘન થયું છે.

આ સંબંધમાં વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા અમેરિકામાં સિખ સમુદાયના એક વર્ગ દ્વારા ઓનલાઇન અર્જી અભિયાન ચલાવ્યાના કેટલાક મહિનાઓ બાદ આવી છે, જેમાં ઓબામા પ્રશાસને વર્ષ 1984ના રમખાણોને જનસંહાર ગણાવવામાં આવે તેવી માંગ કરી હતી.

15 નવેમ્બર 2012એ તૈયાર કરવામાં આવેલી અરજી પર અમુક સપ્તાહોની અંદર જ 30 હજાર લોકોએ હસ્તાક્ષર કર્યા. 25 હજારથી વધુ હસ્તાક્ષરવાળી પ્રત્યેક અરજીની સમીક્ષા કરવામાં આવે છે અને તેના પર પ્રતિક્રિયા આપવામાં આવે છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકાએ વર્ષે 1984 દરમિયાન અને ત્યારબાદ થયેલી હિંસા પર ધ્યાન આપ્યું અને આ અહેવાલ આપ્યો કે સિખ સમુદાયના સભ્યો વિરુદ્ધ ગેરવર્તણૂક થયું છે અને માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે.

English summary
In a jolt to pro Khalistan groups in the US, the Obama Administration today refused to declare the 1984 anti Sikh riots in India as genocide, but noted that grave human rights violations had occurred.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X