અમેરિકાના કબજામાં અલકાયદાનો મોસ્ટ વોન્ટેડ અનસ અલ લિબી
વોશિગ્ટન, 6 ઓક્ટોબર: સોમાલિયા અને લીબિયામાં અલકાયદા અને અલ શબાબના આંતકવાદી વિરૂદ્ધ અમેરિકન સેનાના નેવી સીલ કમાન્ડોએ મોટું સર્ચ ઓપરેશન ચલાવીને મોસ્ટ વોન્ટેડ અનસ અલ લિબીને પકડી લીધો છે.
એફબીઆઇએ તેનાપર 5 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ રાખ્યું છે. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે બંને કાર્યવાહી એકબીજાની સાથે સંકળાયેલી છે કે નહી. વેસ્ટગેટ હુમલામાં અલ લિબીનો હાથ હોવાની અત્યાર સુધી કોઇ જાણકારી નથી. આ ઓપરેશનમાં અલ શબાબના કમાન્ડરનું મોત નિપજ્યું હોવાના સમાચાર છે.
પેંટાગન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં સોમાલિયાના અલ-શબાબ અને અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ રેડ ઇસ્લામી સમૂહ અલ શબાબના મોસ્ટ મોસ્ટેડ ગેંગને પકડવાના ઉદ્દેશ્ય માટે પાડવામાં આવી હતી. અલકાયદા સાથે જોડાયેલ આ ઇસ્લામી સમૂહ અલ શબાબે ગત મહિને નેરોબીના વેસ્ટગેટ મોલ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં 60થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આમાં કોઇપણ અમેરિકન કમાન્ડો ઘાયલ થયો નથી. વોશિંગ્ટન પોસ્ટના અનુસાર કીનિયામાં શોપિંગ મોલ હુમલાથી અમેરિકા એકદમ ચિંતિત છે. તેને ધ્યાનમાં રાખતાં આતંકવાદીઓ વિરૂદ્ધ આ કાર્યવાહીને અંજામ આપ્યું હતું.