For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપનો Google અને Yahoo ડેટા ચેક કરે છે અમેરિકા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 1 નવેમ્બર : અમેરિકા અને બ્રિટનની જાસૂસી એજન્સીઓએ લોખો ઇમેઇલ સુધી પહોંચવા માટે યાહૂ અને ગૂગલ જેવી જાણીતી ઇમેઇલ પ્રોવાઇડર કંપનીઓની કોમ્યુનિકેશન લિંકમાં બાકોરું પાડીને ઘૂસણખોરી કરી છે. આવો દાવો એક મીડિયા અહેવાલને આધારે કરવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રીય સુરક્ષા એજનીસી - એનએસએ દ્વારા પોતાના બ્રિટનના સમકક્ષ જીસીએચક્યુની સાથે મળીને લાખો ઉપયોગકર્તાઓના એકાઉન્ટનો ડેટા પ્રાપ્ત કરવા માટે ડેટા ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે.

us-flag

આ અંગે 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના સ્પેશ્યલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લિંકોને ટેપ કરીને એજન્સીએ લાખો ઉપયોગકર્તાઓ જમાંથી મોટા ભાગના અમેરિકનો સામેલ છે, તેમના ઇમેઇલ એકાઉન્ટ્સની માહિતી એકત્ર કરવામાં તેઓને સફળતા મળી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એનએસએ દ્વારા એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી પોતાની પાસે રાખી નથી. આમ છતાં તેમની પાસે ઘણી માહિતી છે.

અલબત્ત, એનએસએ દ્વારા આ અહેવાલોને રદિયો આપતા તેના પ્રમુખ જનરલ કિથ એલેક્ઝાન્ડરે જણાવ્યું છે કે તેમની માહિતીમાં આ પ્રકારની પ્રવૃત્તિ ક્યારેય કરવામાં આવી નથી. જો કે ગૂગલે અને યાહૂએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

English summary
US security agency intercepts Google and Yahoo traffic overseas : Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X