For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં પહેલીવાર સૈનિકો મફતમાં કામ કરી રહ્યા છે

અમેરિકામાં એક મહિનો થવા આવ્યો તેમ છતાં શટડાઉન ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. અમેરિકી ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે કોઈ શટડાઉન આટલા દિવસો સુધી ચાલ્યું છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં એક મહિનો થવા આવ્યો તેમ છતાં શટડાઉન ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. અમેરિકી ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે કોઈ શટડાઉન આટલા દિવસો સુધી ચાલ્યું છે. અમેરિકામાં 1976 થી 20 વાર સરકારી શટડાઉન થઇ ચૂક્યું છે પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અત્યારસુધીનું સૌથી લાંબા સમય સુધી ચાલેલું શટડાઉન છે. આ શટડાઉનને કારણે અમેરિકી સૈનિકોને વગર પગારે કામ કરવું પડી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને મેક્સિકો બોર્ડર વોલ માટે 5.7 બિલિયન ડોલર જોઈએ છે અને જ્યાં સુધી અમેરિકી કોંગ્રેસ આ રકમને મંજૂરી નહીં આપે ત્યાં સુધી શટડાઉન પૂરું નહીં થાય.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે 3 મોટા પદો માટે મોકલ્યા ભારતીયોના નામ, જાણો કોણ છે

8,00,000 કર્મચારીઓને પગાર નથી મળ્યો

8,00,000 કર્મચારીઓને પગાર નથી મળ્યો

આ શટડાઉનને કારણે અમેરિકાના મોટા ભાગના કર્મચારીઓ પગાર વિના કામ કરવા માટે મજબુર છે. ઘણા સરકારી વિભાગો અને એજેન્સીઓના કર્મચારીઓને હજુ સુધી પગાર નથી મળ્યો. ન્યુયોર્ક ટાઈમ્સ રિપોર્ટ અનુસાર લગભગ 8,00,000 સરકારી કર્મચારીઓને સેલરી નથી મળી. 50 ટકા કરતા પણ વધારે કર્મચારીઓને પગાર વિના પણ કામ પર આવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ કર્મચારીઓમાં અમેરિકી મિલિટરી પણ આવે છે, જેઓ પગાર વિના કામ કરવા મજબુર છે. નેવી ટાઈમ્સ ઘ્વારા અંદાઝો લગાવવામાં આવી રહ્યો છે કે લગભગ 43,000 કોસ્ટ ગાર્ડ કર્મચારી વગર પૈસે કામ કરવા મજબુર છે.

ભારે મન સાથે એડમિરલ ઘ્વારા જાણકારી આપવામાં આવી

ભારે મન સાથે એડમિરલ ઘ્વારા જાણકારી આપવામાં આવી

યુએસ કોસ્ટ ગાર્ડ કમાન્ડર એડમિરલ કાર્લ એલ સ્કલ્ટજ ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી. તેમને સૈનિકોને જણાવ્યું કે આજે તમને મહિનાની વચ્ચે મળતી સેલેરી ચેક નહીં મળે. તેમને આગળ લખ્યું કે તેમના ધ્યાનમાં દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે અમેરિકી સેનાને સરકારના મતભેદને કારણે પગાર નથી મળી રહ્યો. તેમને કહ્યું કે તેઓ સૈનિકો અને તેમના પરિવારની ચિંતાઓ સમજે છે.

શટડાઉન પૂરું થવું ખુબ જ જરૂરી

તેમને જણાવ્યું કે કોસ્ટ ગાર્ડ મ્યુચુઅલ એસીસ્ટન્સ (સીજીએમએ) ને યુએસએએ ઘ્વારા 15 મિલિયન ડોલરની મદદ મળી છે, જેથી જરૂરિયાત વાળા સૈનિકોને મદદ કરી શકાય. તેમને આગળ જણાવ્યું કે તેમને ખબર નથી કે શટડાઉન ક્યારે બંધ થશે પરંતુ તેમ છતાં તેમને સૈનિકોના મનોબલમાં ખામી નહિ આવવાની અપીલ કરી છે.

English summary
US soldiers are working without pay first time in history because of shutdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X