For Quick Alerts
For Daily Alerts
વિશ્વના 35 નેતા ‘અમેરિકન જાસૂસી’ના ઘેરામા!
વોશિંગટન, 25 ઓક્ટોબરઃ અમેરિકન જાસૂસી એજન્સી સીઆઇએના પૂર્વ કોન્ટ્રેક્ટર એડવર્ડ સ્નોડેન તરફથી લીક કરવામાં આવેલા દસ્તાવેજોથી અમેરિકા દ્વારા વિશ્વના 35 મોટા નેતાઓના ફોનની જાસૂસી કરવામાં આવી હોવાના સંકેત મળ્યા છે.
બ્રિટેના સમાચાર ‘ધ ગાર્ડીયન'માં પ્રકાશિત દસ્તાવેજોથી એ સંકેત મળ્યા છે. આ જાસૂસી દસ્તાવેજો અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ અમેરિકન સરકાર અનુસાર એક અન્ય વિભાગને 200 ટેલિફોન નંબરની યાદી મળ્યા બાદ જાસૂસી શરૂ કરી દીધી હતી.
ઓક્ટોબર 2006ની તારીખ વાળા આ દસ્તાવેજો અનુસાર એનએસએએ અમેરિકા ગૃહમંત્રાલય, વ્હાઇટ હાઉસ અને પેંટાગોનમાં તેનાત અધિકારઓને વિશ્વના ટોચના નેતાઓના નંબર હાસલ કર્યા. માત્ર એક જ અધિકારીએ 200થી વધુ નંબર ઉપલબ્ધ કરાવ્યા જેમાં 35 વિશ્વના ટોચના નેતાઓ હતા, જોકે તેમાના એકપણ નેતાનું નામ સાર્વજનીક કરવામાં આવ્યું નથી.