For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'NSAએ કરી યૂરોપીય સંઘની જાસૂસી, કોમ્પ્યુટર નેટવર્કમાં પણ ઘૂસણખોરી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cyber-attack
બર્લિન, 30 જૂન: અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનએસએ)એ વોશિગ્ટન અને ન્યૂયોર્ક સ્થિત યૂરોપીય સંઘના દૂતાવાસો તથા વાણિજ્ય દૂતાવાસોની જાસૂસી કરી હતી તથા બ્રસેલ્સમાં તેના કાર્યાલાયના કોમ્પ્યુટર નેટવર્કમાં પણ ઘૂસણખોરી કરી હતી. એક જર્મન પત્રિકાના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો.

જર્મનના જાણીતા સાપ્તાહિક સમાચાર પત્ર 'ડેર સ્પેગલ'ના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે 'એડવર્ડ સ્નોડેન દ્વારા લીક કરવામાં આવેલા એનએસએના સપ્ટેમ્બર 2010 ના ગોપનીય દસ્તાવેજો અનુસાર આ એજન્સીએ વોશિગ્ટન અને ન્યૂયોર્કમાં યૂરોપીય સંઘના કાર્યાલયોની જાસૂસીની યોજના બનાવી હતી અને તેના કોમ્પ્યુટર નેટવર્ક સુધી પહોંચ કાયમ રહી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે એનએસએ ફક્ત યૂરોપીય સંઘના દૂતાવાસો થઇ રહેલી વાતચીતને સાંભળવામાં સફળતા મેળવી હતી, તથા તેના કોમ્પ્યુટરના દસ્તાવેજો અને ઇમેલ પર પણ નજર રાખી હતી.

પત્રિકામાં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં એનએસએએ બ્રસેલ્સ સ્થિત યૂરોપીય સંઘના મુખ્યાલયની બિલ્ડિંગ 'જેસતર લિપસિયસ બિલ્ડિંગ'ના કોમ્પ્યુટર અને ટેલીફોન નેટવર્કમાં ઘૂસણખોરી તથા જાસૂસીની યોજના બનાવી હતી. યૂરોપીય સંઘના સભ્ય દેશોના કાર્યાલય આ બિલ્ડિંગમાં છે અને તે આ એકમમાં ઉચ્ચ સ્તરની બેઠકો પણ થાય છે.

English summary
The US intelligence service National Security Agency (NSA) had bugged the EU embassies in Washington and in New York as well as its offices in Brussels and infiltrated their internal computer networks, a German weekly news magazine has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X