For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલની મેસેજિંગ સર્વિસને કારણે ઈરાનમાં માર્યા ગયા 30 અમેરિકન જાસૂસ!

ગૂગલના કારણે ઈરાનમાં માર્યા ગયા 30 અમેરિકન જાસૂસ!

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ઈરાન અને ચીનમાં ડઝનેક અમેરિકન જાસૂસોએ ગૂગલની એક મેસેજિંગ સર્વિસને કારણે પોતાના જીવથી હાથ ધોવો પડ્યો છે. ગૂગલની આ મેસેજિંગ સર્વિસને કારણે દુશ્મનો જાણી શક્યા કે જાસૂસ ગૂગલ પર શું પ્રયોગ કરી રહ્યા છે? એક ઓફિશિયલ સૂત્ર તરફથી આ વાત કહેવામાં આવી છે. આ ઘટના વર્ષ 2009થી 2013 વચ્ચેની છે અને અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી એટલે કે સીઆઈએને સીક્રેટ કોમ્યૂનિકેશન ફેલ્યરના કારણે વિનાશકારી પરિણામ ભોગવવાં પડ્યાં. સૂત્રો મુજબ એક વેબસાઈટની અસફળતાથી આ ઘટના બની.

cia

અત્યાર સુધી પરિણામ ભોગવવા મજબૂર

યાહૂ ન્યૂઝમાં જાહેર એક રિપોર્ટ મુજબ ઑફિસર્સ અને એમના ફિલ્ડ એજન્ટ્સ અંદરો અંદર વાતચીત કરવા માટે એક વેબસાઈટનો ઉપયોગ કરતા હતા. આ વેબસાઈટને કારણે તેમની સિક્રેટ જાણકારી લીક થઈ ગઈ. યાહૂ ન્યૂઝે 11 પૂર્વ ઈન્ટેલીજન્સ અને સરકારી અધિકરીઓના હવાલાથી આ વાત કહી છે. એક પૂર્વ નેશનલ સિક્યોરિટી ઑફિસરે કહ્યું કે હજુ સુધી આના ખરાબ પરિણામ ભોગવવાં પડી રહ્યાં છે. દુનિયાભરમાં કેટલાય ડઝન લોકોનો જીવ આ કારણે ગયો. ઈન્ટરનેટ આધારિત કોમ્યૂનિકેશન પ્લેટફોર્મ પહેલી વખત મીડલ ઈસ્ટમાં ઉપયોગમાં લેવાતું હતું. બાદમાં જાસૂસોએ પણ વાર્તાલાપ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા થયા નારાજ

પહેલી વખત આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસન સમયે માલુમ પડ્યું હતું. ઓબામા બહુ નારાજ હતા કેમ કે એમને ઈરાનના આવા પ્લાન વિશે ખબર પડી ગઈ હતી જે અંતર્ગત અમેરિકન જાસૂસોની શોધખોળ કરવામાં આવી રહી હતી. એ સમયે અમેરિકાને ઈરાનના સિક્રેટ પરમાણુ હથિયાર ફેક્ટ્રીનો પતો પણ લાગી ગયો હતો. જે બાદ એક એવી વેબસાઈટ વિશે જાણવા મળ્યું હતું જે ગૂગલ સાથે જોડાયેલ હતી અને જેનો ઉપયોગ અમેરિકન એજન્ટ્સ કરતા હતા. અમેરિકન અધિકારીઓ મુજબ ઈરાનના જાસૂસોએ ગૂગલને એક સર્ચ ટૂલનો ઉપયોગ કરીને જ સીઆઈએની સિક્રેટ વેબસાઈટ્સની જાણકારી મેળવી લીધી હતી. વર્ષ 2011 સુધી ઈરાન, સીઆઈએના સ્પાઈ નેટવર્કમાં ઘૂસી ચૂક્યું હતું.

આ પણ વાંચો- કોણ છે કોરિયાની રાણી? અયોધ્યામાં જેમના સ્મારકનું ઉદ્ઘાટન કરશે યોગી

English summary
US spies were killed after Iran and China uncovered CIA messaging service using Google.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X