વિઝા સ્કેમમાં ફસાયેલા ભારતીય છાત્રો પર અમેરિકાએ આપ્યુ નિવેદન, ગુના વિશે હતી માહિતી
અમેરિકા તરફથી થોડા દિવસો અગાઉ વિઝાની છેતરપિંડી સાથે જોડાયેલા આરોપોમાં ધરપકડ કરાયેલ ભારતીય છાત્રો પર પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતીય છાત્રોને માલુમ હતુ કે તે શું ગુનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક ફેક યુનિવર્સિટીમાં એડમિશનની આડમાં ચાલી રહેલ વિઝા સ્કેમનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર પ્રકરણમાં 130 છાત્રોની ધરપકડ કરવામાં આવી જેમાં 129 છાત્ર ભારતીય છે. ભારત તરફથી રાજધાની દિલ્લી સ્થિત અમેરિકી વિદેશ મંત્રાલય પાસે આ સમગ્ર મામલે એક ડેમાર્શ મોકલીને વાંધો વ્યક્ત કરાવામાં આવી હતો.
અંડરકવર એજન્ટ્સ તરફથી ચલાવવામાં આવ્યુ ઑપરેશન
અમેરિકી વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે, 'આ ગોટાળામાં શામેલ છાત્રોને માલુમ હતુકે અહીં કોઈ પણ ક્લાસ કે પછી સ્ટ્રક્ચર નથી. તેમને ખબર હતી કે તે અમેરિકામાં રહેવાની કોશિશોમાં એક ગુનામાં શામેલ થવા જઈ રહ્યા છે.' વિદેશ વિભાગ તરફથી પ્રતિક્રિયા ભારત તરફથી ઉઠાવેલા પગલા બાદ આવી છે. ભારતે અમેરિકી વિદેશ વિભાગ સામે આ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. ભારત તરફથી ધરપકડ કરાયેલ છાત્રો પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે ભારતે તેમને તરત જ કાઉન્સેલર પૂરો પાડવાની માંગ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે સરકારઆ સમગ્ર મામલે બારીકીથી નજર રાખી રહ્યુ છે.
'પે એન્ડ સ્ટે' રેકેટ ચલાવી રહેલ આઠ ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ તરફથી 130 વિદેશી છાત્રોની ધરપકડ કરવામાં આવી હતી. આ છાત્રોને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ તરફથી સ્થાપિત નકલી યુનિવર્સિટી જેનુ નામ યુનિવર્સિટી ઓફ ફાર્મિગ્ટન હતુ ત્યાં અંડરકવર એજન્ટ્સ તરફથી ચલાવવામાં આવેલ ઑપરેશન બાદ પકડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ