For Quick Alerts
For Daily Alerts
ઉત્તર કોરિયા વિરુદ્ધ મિસાઇલો તૈનાત કરશે અમેરિકા
વોશિંગ્ટન, 16 માર્ચઃ અમરિકન રક્ષામંત્રી ચક હૈગલે ઉત્તર કોરિયા તરફથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને અલાસ્કામાં મિસાઇલ રક્ષા પ્રણાલી મજબૂત કરવાના હેતુથી 14 નવા ઇન્ટરસેપ્ટર તૈનાત કરવાની જાહેરાત કરી છે.
હેગલે કહ્યું કે, અમે અલાસ્કાના ફોર્ટ ગ્રીલેમાં 14 નવા ઇન્ટરસેપ્ટર તૈનાત કરીને આંતરિક મિસાઇલ રક્ષા પ્રણાલીને મજબૂત કરીશુ. આ સાથે જ જમીન સ્તરે તેનાત ઇન્ટરસેપ્ટર(જીબીઆઇ)ની સંખ્યા 30થી વધારીને 44 થઇ જશે.
તેમણે કહ્યું કે, આ અતિરિક્ત જીબીઆઇની તૈનાતીથી અમારી મિસાઇલ રક્ષા ક્ષમતામાં અંદાજે 50 ટકાનો વધારો થશે. જાપાની સરકારના સહયોગથી અમેરિકા જાપાનમાં એક વધુ રડાર સ્થાપિત કરવાની યોજના બનાવવા જઇ રહ્યું છે.
આ વધારાનું રડાર ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા અથવા જાપાન પર મિસાઇલ ફેંકવા અંગેની સાચી જાણકારી હાસલ કરશે અને ઝડપથી ચેતવણી આપવાની વ્યવસ્થામાં ઘણો સુધારો થશે. તેમ હેગલે કહ્યું છે. પેંટાગને કહ્યું કે વધારાના જીબીઆઇની તૈનાતીનું પર્યાવરણ સંબંધી પ્રભાવનું પણ અધ્યયન કરવામાં આવી રહ્યું છે.