For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના મોત, મૃતકોનો કુલ આંકડો 73 હજારને પાર

અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા ઓછી થવાનુ નામ નથી લેતી.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા ઓછી થવાનુ નામ નથી લેતી. આ મહામારીના કારણે વિશ્વ શક્તિ અમેરિકાની અર્થવ્યવસ્થા ગંભીર રીતે તૂટી ગઈ છે. અત્યાર સુધી અમેરિકમાં 3 લાખ લોકો બેરોજગારી ભથ્થા માટે આવેદન કરી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને આ સંકટથી કાઢી શકતા નથી. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસથી 2073 લોકોના મોત થયા છે.

coronavirus

અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના કારણે 25000 નવા કેસ સામે આવ્યા છે. વળી, દેશમાં હવે મરનારની સંખ્યા 74 હજાર 799 સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં આ કોરોના વાયરસની ચપેટમાં 12 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમોએ બુધવારે જણાવ્યુ કે રાજ્યમાં એક દિવસમાં 232 લોકોએ જીવ ગુમાવ્યા છે. વળી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે કોરોના વાયરસ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ સમય છે. તેમણે કહ્યુ કે કોરોના સંક્રમણ પર્લ હાર્બર પર થયેલા હુમલા અને 9/11ના આતંકી હુમલાથી પણ ગંભીર છે.

અમેરિકાની એક એજન્સીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અમેરિકામાં કોરોના વાયરસનો અસલી કહેર જૂનમાં જોવા મળી શકે છે. તેના રિપોર્ટ મુજબ જૂનમાં અમેરિકામાં રોજના 2 લાખ સુધી કોરોના વાયરસના કુલ કેસ આવી શકે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમેરિકી પ્રશાસને ધીમે ધીમે દેશને ખોલવાના કામમાં લાગી ગયુ છે. ઘણા રાજ્યોમાં છૂટ આપવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે અમેરિકાને જલ્દી ખોલી દેવામાં આવશે.

કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશ મુશ્કેલીમાં છે. આ વાયરસના કારણે વિશ્વમાં અત્યાર સુધી બે લાખ 65 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, આ વાયરસના કારણે 38 લાખ 687 લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે સૌથી વધુ જીવ અમેરિકામાં ગયા છે. વળી, બ્રિટનમાં 30 હજાર લોકો કોરોનાની ચપેટમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો કહેર યથાવત, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારથી વધુઆ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો કહેર યથાવત, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારથી વધુ

English summary
US virus death toll climbs by 2073 in 24 hours, Death Toll reached more 73000
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X