For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન કોર્ટે આપી મોદીને ક્લીન ચિટ, ઓબામાની ખુશીનો પાર રહ્યો નહી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 16 જાન્યુઆરી: બુધવારે જ્યારે ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટેભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસ રદ્દ થયો તો અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તાત્કાલિક પ્રતિક્રિયા આવી ગઇ.

અમેરિકાની ફેડરલ કોર્ટ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણો અંગે એક માનવાધિકાર સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને રદ્દ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોર્ટે આ કેસ એ આધારે રદ્દ કર્યો કે એક વિદેશી સરકારના વર્તમાન પ્રમુખ હોવાના કારણે મોદીને છૂટ પ્રાપ્ત છે.

અમેરિકાના વિદેશ વિભાગના સ્પોક્સપર્સને જણાવ્યું કે 'અમને માલૂમ પડ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ફેડરલ કોર્ટમાં કરવામાં આવેલી ફરીયાદને કાર્યપાલિકા શાખાની આ જાણકારીના આધાર પર રદ કરી દેવામાં આવી કે વડાપ્રધાન છૂટ મેળવવાના પાત્ર છે, કારણ કે તેઓ વિદેશી સરકારના વર્તમાન પ્રમુખ છે.'

barack obama
વિદેશ વિભાગ અનુસાર અમે એ વાતથી ખુશ છીએ કે કોર્ટે અમેરિકન સરકારના કમિટમેન્ટના આધાર પર સહમતિ દર્શાવી. અધિકારીએ જણાવ્યું કે કોર્ટે વર્તમાન રાષ્ટ્ર પ્રમુખો અને સરકારના પ્રમુખોને મળેલી છૂટના આધાર પર તેમની વિરુદ્ધના કેસ રદ્દ કર્યા છે.

ભારતીય અમેરિકન વકીલ પ્રીત ભરાડે અમેરિકન સરકાર તરફથી કોર્ટમાં કરવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું છે કે કાર્યપાલિકા શાખા જ્વારા સ્વીકાર કરવામાં આવનાર પારંપરિક આતંરરાષ્ટ્રિય કાનૂન સિદ્ધાંતો અનુસાર કોઇ દેશના વર્તમાન પ્રમુખને પ્રાપ્ત છૂટ તેના દરજ્જા અર્થાત તેના પદ પર આધારિત હોય છે નહી કે તેના આચરણ પર.

તેના હેઠળ રાષ્ટ્રના પ્રમુખને કોર્ટના ન્યાય ક્ષેત્રથી તેના પદ પર બની રહેવા સુધી છૂટ પ્રાપ્ત હોય છે, અને તેમાં એ વસ્તુ જરા પણ ધ્યાને નથી લેવાતી કે તે ફરિયાદનો વિષય વસ્તુ શું છે. કોર્ટે મામલાને રદ કરતા ભરાડની દલીલ પર વિશ્વાસ કર્યો.

English summary
US welcomes the move of dismissing the case against Narendra Modi. Us issues a statement and said that it is a great news for US as well as India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X