For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: 'સેંડી' તોફાને 66 નો ભોગ લીધો, ગૂગલ પર એલર્ટ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

weave
વોશિંગ્ટન, 29 ઑક્ટોબર: ફરી એકવાર એમરિકા પર કુદરતી આફત આવી પડી છે. સેંડીના નામના તોફાને અત્યાર સુધી 66 લોકોનો ભોગ લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ન્યૂયોર્કના નીચાણવાળા વિસ્તારો રહેતાં લગભગ ચાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં છે. હવામાન સમાચારના જણાવ્યા મુજબ આ તોફાન પૂર્વી વિસ્તારને અસર કરશે. તે માટે સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પૂર્વી વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં છે.

આ તોફાનને રોકવા માટે વહિવટી તંત્ર જોર-શોરથી તૈયારીમાં લાગી ગયું છે અને જાગૃત લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તોફાન સામે લડવાના રીતો અને બચાવ અંગેની ચર્ચા કરી રહ્યાં છે જેથી આ તોફાનમાં વધુમાં વધુ લોકો બચી શકે.

અમેરિકાના લોકો ટ્વિટર અને ફેસબુક પર કહી રહ્યાં છે કે જો તમને કોઇને પણ તોફાન અંગે માહિતી મળે તો તાત્કાલિક પોતાના મિત્રો અને સંબંધીઓને જાણકારી આપો.
આટલું જ નહી સૌથી લોકપ્રિય સર્ચ એન્જીન ગૂગલે પણ આ તોફાનનો સામનો કરવા માટે એક નકશો તૈયાર કર્યો છે. જેમાં તોફાન સંબંધી જાણકારી આપવા માટે પ્રભાવિત વિસ્તારોમાં વેબકેંપ અને સુરક્ષા શિબિર વિશે જાણકારી આપી છે. આ નકશા પર એક પ્રશ્નાવલિ પણ સામેલ છે જેના પર લોકો તોફાન સંબંધી પશ્નો પૂછી શકે છે.

English summary
The massive storm, which has already killed at least 66 people in the Caribbean, is expected to pummel large swathes of the US East Coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X