For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.ને મોટો ફટકો, અમેરિકાએ 300 મિલિયન ડૉલરની મદદ રોકી

અમેરિકી સેનાએ આખરે પાકિસ્તાનને આપવામામં આવતી 300 મિલિયન ડૉલરની આર્થિક મદદ રોકવાનો નિર્ણય લઈ લીધો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સેનાએ આખરે પાકિસ્તાનને આપવામામં આવતી 300 મિલિયન ડૉલરની આર્થિક મદદ રોકવાનો નિર્ણય લઈ લીધો છે. અમરિકી સેના તરફથી કહેવામાં આવ્યું છે કે જેવી રીતે પાકિસ્તાન આતંકવાદ વરુદ્ધ પગલાં ભરવામાં નિષ્ફળ થયું, તેને જોતાં અમે 300 મિલિયન ડૉલરની આર્થિક સહાય રોકવાનો નિર્ણય લીધો છે. એવામાં અમેરિકાના આ નિર્ણય બાદ પાકિસ્તાનની છબીને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મોટો ઝાટકો લાગ્યો છે.

donald trump

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં જ પાકિસ્તાનને ચેતાવણી આપી હતી કે તેઓ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય રોકી દેશે. એમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનને ખરબો રૂપિયા આપ્યા પણ તેનાન બદલામાં જૂઠ અને દગો જ મળ્યો.

પેંટાગનના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કોની ફૉકનરે કહ્યું કે અમેરિકી સેના આ પૈસાનો ઉપયોગ અન્ય મહત્વના કામમાં કરશે. અમેરિકાનો આ નિર્ણય જાન્યુઆરીમાં ટ્રમ્પે કરેલી ઘોષણાનો જ એક ભાગ માનવામાં આવે છે. જો કે આ નિર્ણયને હજુ સુધી અમેરિકી કોંગ્રેસની મંજૂરી મળવાની બાકી છે.

અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની નીતિની આલોચના કરતા કહ્યું કે પાકિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરે છે, પાકિસ્તાનમાં હક્કાની નેટવર્ક અને અફગાની તાલિબાન સક્રિય છે.

English summary
USA Military cancels 300 million dollar to Pakistan over failure against terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X