For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉઝબેકિસ્તાને અફઘાન સેનાના 46 વિમાનને લેન્ડિંગની ફરજ પાડી, એક જેટ તોડી પાડ્યું

અફઘાનિસ્તાનના પડોશી દેશ ઉઝબેકિસ્તાનની વાયુસેનાએ જણાવ્યું છે કે, તેમણે છેલ્લા બે દિવસમાં 46 અફઘાન વિમાનને લેન્ડ કરવા માટે મજબૂર કર્યા છે. આ વિમાનોમાં સેનાના 585 જવાનો હાજર હતા.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનના પડોશી દેશ ઉઝબેકિસ્તાનની વાયુસેનાએ જણાવ્યું છે કે, તેમણે છેલ્લા બે દિવસમાં 46 અફઘાન વિમાનને લેન્ડ કરવા માટે મજબૂર કર્યા છે. આ વિમાનોમાં સેનાના 585 જવાનો હાજર હતા. ઉઝબેકિસ્તાનના પ્રોસીક્યુટર જનરલના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આર્મીના જવાનોને લઈ જતા આ વિમાનોએ ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની હવાઈ સીમા ઓળંગી હતી, જે બાદ તેમને લેન્ડ કરાવી દેવામાં આવ્યા હતા. (ફોટો અફઘાન નાગરિકો કાબુલ એરપોર્ટ પરની ભીડનો છે)

Afghan army aircraft

પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ રવિવારના રોજ અફઘાન સરકાર પડી ભાંગી હતી. જે બાદ તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં પ્રવેશ કર્યો અને રાજધાની કબ્જે કરી લીધી હતી. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી ઘણા અફઘાન નાગરિકો અને અધિકારીઓ દેશ છોડીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એક જેટ તોડી પાડ્યું

અન્ય એક નિવેદનમાં ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમના સૈન્ય દળોએ અફઘાન સૈન્યના વિમાનને સરહદ પાર કરીને તેમના વિસ્તારમાં ઘુસાડી દીધું હતું. ઉઝબેકિસ્તાનની હવાઈ દળે અફઘાન સૈન્ય વિમાનો દ્વારા ઉઝબેકિસ્તાન સરહદને ગેરકાયદેસર રીતે પાર કરવાનો પ્રયાસ અટકાવ્યો છે. રવિવારના રોજ ઉઝબેકિસ્તાને જણાવ્યું કે, તેમણે 84 અફઘાન સૈનિકોની અટકાયત કરી છે, જેઓ સરહદ પાર કરીને આવ્યા હતા.

તાલિબાને કર્યો અફઘાનિસ્તાન પર કબ્જો

તાલિબાને રવિવારના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ તેમને સમગ્ર દેશનો કબ્જો મેળવ્યો છે. આ સાથે અફઘાનિસ્તાનના ભવિષ્ય વિશે સમગ્ર વિશ્વમાં ચિંતા શરૂ થઈ છે. તાલિબાન શાસનના ડરથી મોટી સંખ્યામાં લોકો તેમના જીવન માટે રાજધાની કાબુલથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાબુલના હમીદ કરઝાઈ એરપોર્ટના ફોટા અને વીડિયો વાસ્તવિકતા કહી રહ્યા છે કે, કેવી રીતે લોકો તાલિબાનના કટ્ટરવાદી શાસનથી ડરી રહ્યા છે.

સોમવારના રોજ અફઘાનિસ્તાન છોડવા માટે એરપોર્ટ પર મોટી ભીડ એકઠી થઈ હતી, ત્યારબાદ અમેરિકન સૈનિકોને ફાયરિંગ કરવું પડ્યું હતું. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા. એરપોર્ટની બીજી તસવીર સામે આવી હતી, જેમાં અફઘાન યુવાનો યુએસ એરફોર્સના વિમાનની સામે દોડતા અને ઉડતી વખતે બહારથી લટકતા જોવા મળે છે. વિમાનમાં લટકાવા અને ઉંચાઈ પરથી પડવાને કારણે બાદ બે લોકોના મોત થયા હતા.

English summary
The air force of Afghanistan's neighbor Uzbekistan has said it has forced 46 Afghan planes to land in the past two days. The planes were carrying 585 Army personnel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X