For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે શ્વાસ લેવા માટે પણ ચૂકવવો પડશે ટેક્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

airport
વેનેજુએલા, 13 જુલાઇ: સર્વિસ ટેક્સ, સેલ ટેક્સ, ઇનકમ ટેક્સ અને ના જાણે કયા-કયા. તમે ઘણા પ્રકારના ટેક્સો વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય શ્વાસ લેવા માટે ટેક્સ ચુકવ્યો છે. ના, પરંતુ હવે તૈયાર થઇ જાવ. હવે શુદ્ધ હવામાં શ્વાસ લેવા માટે ટેક્સ ચુકવવો પડશે.

વેનેજુએલાના સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટે યાત્રીઓને શુદ્ધ હવામાં શ્વાસ લેવા માટે પણ ટેક્સ લગાવી દિધો છે. કરાકસના માયકેતિયા એરપોર્ટ પર હવે યાત્રીઓને શુદ્ધ હવામાં શ્વાસ લેવા માટે પણ ટેક્સ ચુકવવો પડી રહ્યો છે. શુદ્ધ હવામાં યાત્રીઓને શ્વાસ લેવા માટે ટેક્સ ચુકવવો પડશે. ટેક્સની રકમ પણ સાધારણ નથી. મુસાફરો પાસેથી 127 બોલિવાર (વેનેજુએલાનું ચલણ) એટલે કે 20 ડોલર એટલે કે લગભગ 1200 રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવશે.

વેનેજુએલા એરપોર્ટ દ્વારા લગાવવામાં આવેલા આ નવા ટેક્સ બાદ સોશિયલ મીડિયા ખાસકરીને ટ્વિટર પર આ નવા ટેક્સની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે, સાથે જ લોકો તેની ટીકા પણ કરી રહી છે. આ નવો ટેક્સ એરપોર્ટ પર હવાને શુદ્ધ કરવા માટે લગાવવામાં આવેલા નવા સિસ્ટમના શુલ્ક તરીક લગાવવામાં આવ્યો છે. હવા માટે લગાવવામાં આવેલા આ નવા ટેક્સ પર એરપોર્ટ ઓથોરિટીનો દાવો છે કે આ સિસ્ટમ ઓજોનની મદદથી અહીં લોકો એર કંડિશનિંગ સિસ્ટમને શુદ્ધ કરે છે. વોટર એન્ડ એર ટ્રાંસપોર્ટ મિનિસ્ટ્રીનું કહેવું છે કે આ સિસ્ટમ હવામાં બેક્ટેરિયાના ગ્રોથને પણ રોકે છે.

આ નવા ટેક્સને લઇને વેનેજુએલામાં ભારે રોષ છે. વેનેજુએલાના લોકો પહેલાંથી જ ભયંકર મોંઘવારી હાઇ ક્રાઇમ રેટ અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ કમીથી પરેશાન છે. એવામાં આ નવો ટેક્સ લોકોના ગુસ્સામાં વધારો થઇ રહ્યો છે. લોકો આ ગુસ્સાને સોશિયલ મીડિયા પર પણ વ્યક્ત કરી રહ્યાં છે.

English summary
The biggest international airport in Venezuela is charging a fee for the right to inhale clean air - and social media users are not happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X