For Quick Alerts
For Daily Alerts
વીડિયો: પેરિસમાં સીરિયલ ધમાકામાં 160 લોકોની મૃત્યુ
ફ્રાંસની રાજધાની પેરિસમાં સૌથી મોટો સિરિયલ આતંકી હુમલાની ખબર આવી છે. આ હુમલામાં લગભગ 160 લોકોની મોત થઇ છે. પેરિસમાં ઓછામાં ઓછું 6 જગ્યા પર હુમલાઓ થયા છે. જે બાદ ફ્રાંસમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે.
ખબરો મુજબ ફ્રાંસે 5 સંદિગ્ધ આતંકીઓને મારી નાખ્યા છે. ભારતીય સમય મુજબ આ હુમલો રાતના ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. આતંકીઓએ પેરિસના બૈટાકલાં કંસર્ટ હોલમાં લોકોને બંધક બનાવ્યા છે જેમાં 100 લોકોની મોતની ખબર આવી છે. આ આતંકી હુમલા બાદ ફ્રાંસની બોર્ડર સીલ કરવામાં આવી છે. પીએમ મોદીએ આ હુમલા બાદ સંકટના સમયમાં અમે ફ્રાંસની સાથે છીએ તેવું ટ્વિટ કર્યું હતું.
ત્યારે ફ્રાંસમાં જ્યારે ફૂટબોલ મેચ રમાતી હતી ત્યાં જ્યારે આતંકી હુમલો થયો ત્યારે લોકોની ભાગદોડનો આ વીડિયો જુઓ અહીં...