Video : મમ્મી સાથે બેબી કરાવી રહી હતી ફોટોશૂટ, કે ત્યાં જ છૂટી...

Posted By:
Subscribe to Oneindia News

નવજાત બાળકોને જોવા પણ એક મજા છે. તે એટલા માસૂમ અને મનમોહી લે તેવા હોય છે કે તેમનાથી આંખો હટાવી મુશ્કેલ હોય છે. વળી હાલ તો ફેશન પણ છે કે નવજાત બેબીનો જન્મ થાય એટલે માતા-પિતા બાળક સાથે ફોટોશૂટ કરાવે. પણ નાના બાળકો તેમની મરજીની માલિક હોય છે. અને મોટાઓની જેમ તમને ગમે ત્યારે તમે તેમને પોઝ અપાવી નથી શકતા. તેમ છતાં આપણને ધણીવાર આવા ફોટોશૂટ જોવા બહુ ગમતા હોય પણ આ ફોટોશૂટ વખતે માતા અને કેમેરા ક્રૂ જોડે કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે તે જોવું હોય તો આ વીડિયો જ જોઇ લો. આ વીડિયો જોઇને તમને હસવું ના આવે તો કહેજો.

baby

આ વીડિયોને ફોટોગ્રાફર એના બ્રોન્ટે શેયર કર્યો છે. થોડાક જ દિવસમાં આ વીડિયોને 385827 લોકો જોઇ ચૂક્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે માતાએ નાનકડા બાળકને તેના હાથમાં પકડ્યું છે. અને ફોટો કરવાની સમય જ બાળક પોતાનું પેટ સાફ કરી દીધું. અને આ તમામની વચ્ચે ફોટો પણ પડી ગયા. ત્યારે વીડિયો હાલ અનેક લોકોને હસાવી રહ્યો છે તો તમે પણ જુઓ આ વીડિયો...

English summary
The candid video shows a mom holding her sleeping baby. Cute, right? But just as the photographer gets ready to capture the perfect moment, the baby pees on the mommy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.